બાંગ્લાદેશનો વિડિયો પશ્ચિમ બંગાળના કોલકતાના નામે ફેલવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંખ્યામાં મુસ્લિમો દ્વારા રેલી કાઢવામાં આવી હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ આ રેલીની આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હોવાનો દેખાય છે. તેમજ રેલીમાં જોડાયેલા તમામ લોકોના હાથમાં બેનર પણ દેખાઈ રહ્યા છે. તેમજ પોસ્ટ સાથે જણાવવામાં આવી રહ્યુ છે કે, આ વિડિયો પશ્ચિમ બંગાળના કોલકતા શહેરનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો પશ્ચિમ બંગાળના કોલકતાનો નહિં પરંતુ વર્ષ 2017નો બાંગ્લાદેશનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પશ્ચિમ બંગાળના કોલકતા શહેરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા અમને રેલીમાં જોડાયેલ એક વ્યક્તિના હાથમાં બાંગ્લાદેશનો ઝંડો જોવા મળ્યો હતો. જેના આધારે અમને શંકા ગઈ હતી કે આ વિડિયો બાંગ્લાદેશનો હોવો જોઈએ.

ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જે પરિણામો પરથી અમને આ વિડિયો વર્ષ 2017માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યું હતુ કે, બાંગ્લાદેશમાં મ્યાનમાર દૂતાવાસને ઘેરો. આ તે જ વીડિયો છે જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે. તમે તેને નીચે જોઈ શકો છો.

તેમજ આ વિડિયોમાં જોડાયેલા એક વ્યક્તિના હાથમાં રહેલા બેનર પર લખવામાં આવ્યુ હતુ કે, “ISLAMI SHASANTANTRA CHHATRA ANDOLAN” જે તમે નીચે જોઈ શકો છો. 

જે ક્લુ મેળવી અમે ગૂગલ પર સર્ચ કરતા અમને DHAKA TRIBUNE દ્વારા 13 સપ્ટેમ્બર 2017ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઢાકામાં મ્યાનમાર દૂતાવાસની સામે એક સમૂહ વિરોધ યોજાયો હતો. આ કોલ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ બાંગ્લાદેશ નામના રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.જે તમે નીચે વાંચી શકો છો. 

DHAKA TRIBUNE | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પશ્ચિમ બંગાળના કોલકતા શહેરનો નહિં પરંતુ વર્ષ 2017નો બાંગ્લાદેશનો વિડિયો છે.

Avatar

Title:બાંગ્લાદેશનો વિડિયો પશ્ચિમ બંગાળના કોલકતાના નામે ફેલવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False