શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બે બાળકો નજરે પડી રહ્યા છે. જ્યારે પોસ્ટમાં ફોટો સાથે એવું લખેલું છે કે, रेलवे स्टेशन पर कचरा बीनने वाले इन बच्चों ने कभी नहीं सोचा होगा की वो कभी देश के प्रधानमंत्री नरेंद्र मोदीजी से बात करेंगे या उनकी गोद में बेठेंगे! ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1300 લોકોએ લાઈક કરી હતી. 35 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 110 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.05-20-46-29.png

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોનું સત્ય જાણવા માટે સોપ્રથમ અમે  ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.05-20-55-08.png

Archive

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી સાથે દેખાતા બે બાળકો રેલવે સ્ટેશન પર કચરો નથી વીણતા પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે પોતાનો 68 મો જન્મદિવસ વારાણસીમાં એક સ્કૂલના બાળકો સાથે ઉજવ્યો તે સમયનો આ ફોટો છે અને આ બંને એ શાળાના વિદ્યાર્થીઓ છે. ન્યૂઝ ઈન્ડિયા લાઈન્સ મીડિયા માધ્યમ દ્વારા આ સમાચારને 18 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચારમાં એ બંને બાળકોના ફોટો સાથે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈ શકો છો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-newsindialines.com-2019.07.05-21-06-54.png

Archive

અમારી વધુ તપાસમાં અમને ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખેલું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો 68 મો જન્મદિવસ વારણસીના નારૂર ગામ ખાતે આવેલા એક નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન જેનું નામ રૂમ ટુ રીડ છે તેની મુલાકાત લીધી હતી. આ સમાચારમાં દર્શાવેલા વીડિયોમાં પણ તમે આ બંને બાળકોને જોઈ શકો છો.

screenshot-economictimes.indiatimes.com-2019.07.05-21-43-28.png

Economic Times | Archive  

ત્યાર બાદ અમને ધ એશિયન એજ નામના મીડિયા માધ્યમ દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમનો 68 મો જન્મદિવસ વારાણસીના નારૂર ગામ ખાતે આવેલી એક એનજીઓની શાળા કાશી વિદ્યાપીઠમાં બાળકોની મુલાકાત લેવામાં આવી હતી એ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.

The Asian Age | Archive

આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, નરેન્દ્ર મોદી સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણતા નથી પણ તે એક એનજીઓ દ્વારા ચાલતી શાળામાં ભણતા બાળકો છે. 

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટના ફોટોમાં દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણતા નથી પણ તે વારાણસીના નારૂર ગામના એક એનજીઓ દ્વારા ચાલતી શાળામાં ભણતા બાળકો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False