શું ખરેખર ટ્રેક્ટર સાથે જોવા મળતી આ મહિલાઓ કિસાન આંદોલનમાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ખેડૂતોના આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રેકટરોમાં મહિલાઓ જોવામાં આવી રહી છે. તેમજ આ ટ્રેકટરને પણ મહિલાઓ ચલાવી રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેક્ટરમાં જોવા મળતી આ મહિલાઓ હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં જોડાઈ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાઓનો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2017ના જાટ આંદોલનના સમયનો છે. હાલમાં ખેડૂતોના આંદોલન સાથે જોડી તેને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

મારકણી હઠોડી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટ્રેક્ટરમાં જોવા મળતી આ મહિલાઓ હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં જોડાઈ.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માઘ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો 6 ફેબ્રુઆરી 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ મહિલા જાંટ આરક્ષણ દરમિયાનની છે. આ આંદોલનમાં ભાગ લેવા રોહતક થી જસ્સિઆ ગામે આ મહિલાઓ જઈ રહી હતી.

Hindustan times | Archive

આઉટલૂક ઈન્ડિયા દ્વારા પણ આ ફોટો સાથે આ જ માહિતી આપી હતી. તેમણે પણ આ ફોટો સાથે આ જ માહિતી આપી હતી અને જણાવ્યુ હતુ કે, “આ મહિલા જાંટ આરક્ષણ દરમિયાનની છે. આ આંદોલનમાં ભાગ લેવા રોહતક થી જસ્સિઆ ગામે આ મહિલાઓ જઈ રહી હતી.

આઉટલૂકઈન્ડિયા | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, આ મહિલાઓનો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2017ના જાટ આંદોલનના સમયનો છે. હાલમાં ખેડૂતોના આંદોલન સાથે જોડી તેને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ટ્રેક્ટર સાથે જોવા મળતી આ મહિલાઓ કિસાન આંદોલનમાં જોડાઈ…?

Fact Check By: Yogesh Karia 

Result: False