શું ખરેખર 2019ના ભારતના બજેટ કરતા મંદિરની આવક 325 ગણી વધારે છે…? જાણો શું છે સત્ય……

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

પાટીદાર ન્યુઝ Everyday Patidar News નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ મુકવામાં આવ્યુ હતું. જૂઓ દેશની આર્થિક દુર્દશા આ પોષ્ટને વધુમાં વધુ શેર કરો આ પૈસા શિક્ષણ માટે ઉપયોગી થવા જોઈએશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 2 વ્યક્તિએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 29 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે. દેશનું બજેટ 25 લાખ કરોડનું અને મંદિરોની આવક 80 લાખ કરોડની છે. એટલે કે દેશના બજેટ કરતા મંદિરોની આવક 325 ગણી વધારે છે.

FB MAIN PAGE FOR ARCHIVE 1.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ આ પોસ્ટ અંગે ગૂગલમાં સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ પોસ્ટ બે વર્ષ પણ શેર કરવામાં આવી હતી. જેને અલગ અગલ ફેસબુક યુઝર દ્વારા શેર કરવામાં આવી હતી. જે આપ નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ વાત તો સાબિત થઈ ગઈ હતી કે, આ પોસ્ટ હાલની તો નથી. અને હાલના બજેટ સાથે તેને કાઈ લેવા-દેવા નથી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “union budget 2019 total amount” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

BUDGET  GOOGLE.png

ARCHIVE

2 ફ્રેબ્રુઆરી 2019ના પિયુષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટની ટોટલ અમાઉન્ટ 34 લાખ એક હજાર 639 કરોડ રૂપિયા હતી. જે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાથી તો ક્યાંય વધારે હતી.  

ત્યારબાદ અમે મંદિરોની ઈન્કમ શોધવા માટે અમે ગૂગલ પર “total annual income of indian temples 2019 લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

TEMPLE INCOME.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ ભારતના મંદિરોની આવકની ગણતરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યુ ન હતુ. તેમજ આ પ્રકારે કોઈ ચોક્કસ આંકડો પણ કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ ન હતું.

આમ, ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું ન્યુઝ પેપરનું કટિંગ જુનુ હોવાનું તેમજ હાલના બજેટ સાથે આ પોસ્ટને કોઈ લેવા-દેવા ન હોવાનું અમારી પડતાલમાં સાબિત થાય છે. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું ન્યુઝ પેપરનું કટિંગ જુનુ હોવાનું તેમજ હાલના બજેટ સાથે આ પોસ્ટને કોઈ લેવા-દેવા ન હોવાનું અમારી પડતાલમાં સાબિત થાય છે. 

Avatar

Title:શું ખરેખર 2019ના ભારતના બજેટ કરતા મંદિરની આવક 325 ગણી વધારે છે…? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh Karia 

Result: False