શું ખરેખર બેરોજગારીથી કંટાળી ગયેલા યુવાનોએ પોલીસ પર હુમલો કર્યો હતો…? જાણો શું છે સત્ય.

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો ભેગા થઈ એક પોલીસ અધિકારીને મારવા પાછળ દોડ છે અને બાદમાં તે પોલીસ અધિકારી હાથમાં નહિ આવતા પોલીસની કારમાં તોડફોડ કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેરોજગારી થી કંટાળી ગયેલા યુવાનોએ સહનશક્તિ ખુટી જતા પોલીસ પર હુમલો કર્યો હતો.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો દ્વારા પોલીસ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે તેઓને એમ હતુ કે, અકસ્માતમાં યુવાનનું મોત પોલીસના કારણે થયુ છે. બેરોજગારીથી કંટાળી હુમલો કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી વાત છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Alpesh Chavda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બેરોજગારી થી કંટાળી ગયેલા યુવાનોએ સહનશક્તિ ખુટી જતા પોલીસ પર હુમલો કર્યો હતો.”

Facebook | Fb video archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો ઈન્ડિયા અહેડ ન્યુઝ નામની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. આ ન્યુઝ બુલેટિયન પોસ્ટ સાથ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યુ હતુ કે, “કર્ણાટકાના મૈસુરમાં એન્જીનિયરની રોડ અકસ્માતમાં મોત બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રાફિક પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ વેનને પણ નુકશાન પહોંચાડ્યુ હતુ.” 

તેમજ ઈન્ડિયન મિડિયા બુક નામની યુટ્યુબ ન્યુઝ ચેનલ દ્વારા આ ઘટના અંગે વિસ્તૃત અહેવાલ તેમની ચેનલમાં પ્રસારિત કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મૈસુરના આરએપી સર્કલ પાસે પોલીસ વાહનોનુ ચેકિંગ કરી રહી હતી, દરમિયાન ગાડીને ફેરવવા સુરેશ અને દેવરાજ નામના બાઈક ચાલક પાછળથી આવતી ટ્રક સાથે અથડાયા હતા. જે ઘટનામાં દેવરાજનુ મૃત્યુ થયુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી દેવરાજના મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો તેમજ સુરેશને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આ ઘટનાના થોડા જ સમયમાં લોકો એકઠા થઈ ગયા હતા અને તે લોકોનું માનવુ હતુ કે, આ દુર્ધટનાનું મુખ્યકારણ પોલીસ દ્વારા કરવામાં આવતુ વાહનોનું ચેકિંગ છે. લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા પોલીસ વાહનોને તોડી અને બેરિકેટ તોડી તેમજ પોલીસ પર હુમલો કરી વ્યક્ત કરી હતી. જોકે બાદમાં વધુ પોલીસ બોલવવામાં આવી હતી અને લોકોને દૂર કરવા લાઠી ચાર્જ પણ કરાયો હતો.

ધ ન્યુઝ મિન્ટ દ્વારા પ્રકાશિત અહેવાલમાં આ ઘટનામાં ઘાયલ સુરેશ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, “આ ઘટનામાં પોલીસનો કોઈ વાંક નથી તેમની પાસે જરૂરી તમામ દસ્તાવેજ હતા, તેમજ તેમણએ અને દેવરાજ બંન્ને દ્વારા હેલ્મેટ પહેરવામાં આવ્યુ હતુ. આ દુર્ધટના ત્યાં રસ્તામાં પડેલી માટીના કારણે સર્જાય હતી. અને તેમની બાઈક સ્લીપ થઈ અને ટ્રક સાથે અથડાઈ હતી.

મૈસુરના પોલીસ કમિશનરનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “બેરોજગારી થી કંટાળી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. આ હુમલો કરવા પાછળનું કારણ અકસ્માતમાં યુવાનનું મોત થયુ તેમાં પોલીસનો વાંક હોવાનું લોકોને લાગ્યુ હતુ. પરંતુ તે વાત પણ તદ્દન ખોટી છે. અને આ ઘટનાની તપાસ ચાલી રહી છે.” 

તેમજ આ જ ઘટનાનો બીજો વિડિયો પણ સોશિયલ મિડિયામાં ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો હતો. જેની પડતાલ પણ ફેક્ટક્રેસન્ડો ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો દ્વારા પોલીસ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે તેઓને એમ હતુ કે, અકસ્માતમાં યુવાનનું મોત પોલીસના કારણે થયુ છે. બેરોજગારીથી કંટાળી હુમલો કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી વાત છે.

Avatar

Title:શું ખરેખર બેરોજગારીથી કંટાળી ગયેલા યુવાનોએ પોલીસ પર હુમલો કર્યો હતો…?

Fact Check By: Yogesh Karia 

Result: False