ઈન્ડિ ગઠબંધનના નેતાને મળવા પહોચ્યા નીતિશ કુમાર…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

નીતિશ કુમારની મુલાકાતનો આ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિશ કુમાર ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં નીતિશ કુમાર સાથે તેજસ્વી યાદવને પણ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીતિશ કુમારનો હાલમાં ઈન્ડિ ગઠબંધનના નેતાઓને મળવા પહોચ્યા તેનો આ વીડિયો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નીતિશ કુમારનો હાલમાં ઈન્ડિ ગઠબંધનના નેતાઓને મળવા પહોચ્યા તેનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.  

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને લાઈવ હિન્દુસ્તાનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વીડિયો પ્રાપ્ત થયો હતો. જે  12 એપ્રિલ 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો દિલ્હીનો છે, જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

તેમજ વધુ તપાસ કરતા અમને દૈનિક જાગરણનો 12 એપ્રિલ, 2023નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર, લોકસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

Archive

નવભારત ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો વીડિયો પણ અમને પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ જ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નીતીશ કુમારની ભારતીય ગઠબંધનના નેતાઓ સાથેની મુલાકાતનો વાયરલ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળ્યા હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ઈન્ડિ ગઠબંધનના નેતાને મળવા પહોચ્યા નીતિશ કુમાર…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: Misleading