શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી…? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી હોય એવું ક્યાંય જોવા મળતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 8 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તંગડી ઊંચી રાખવાના પ્રયાસ શરુ થયા !
********************************
મોદીજી મિયાં લોકોની મજાક અને નફરત કરતા હોય છે પણ જરુર પડતાં તેઓ મિયાં પડ્યા પણ તંગડી ઊંચી કહેણી અપનાવી લેતાં હોય છે !

મોદીજીનો અબ કી બાર ૪૦૦ પારનો નારો પાર પડ્યો નહીં અને લોકો મજાક કરવા લાગ્યા એટલે તેઓ કહેવા લાગ્યા કે વિપક્ષના લોકો મારા ૪૦૦ પાર કરવાના નારાને સમજી શક્યા નહિ અને મોદી ૪૦૦ પાર કરી શકે નહીં તેના આધારે આખી ચૂંટણી લડ્યા તેમાં તેઓ, પોતે બહુમતિ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જ ભૂલી ગયા,વિપક્ષીઓ સમજી જ શક્યા નહીં કે હું તેમને ક્યાં લઈ જઈ રહ્યો છું !

મોદીએ આવી કોઈ મનોવૈજ્ઞાનિક ચાલ ચાલવા ૪૦૦ પારનો નારો આપ્યો નહતો તે સર્વવિદીત છે પરંતુ મોદી મિયાં પડ્યા એટલે તંગડી ઊંચી રાખવા ગલત ચોખવટ કરવા લાગ્યા !
( મોદીના આ વ્યકત્વયની વિડિયો X પરથી હાલ ડાઉનલોડ થતી નથી ! ). આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર પર 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજ ફોટોને તમે એજ કપડામાં જોઈ શકો છો જેમાં ક્યાંય પણ તેમને માથા પર મુસ્લિમ સમાજની ટોપી પહેરી હોય એવું જોવા મળતું નથી.

નીચે તમે પોસ્ટમાં મૂકવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

PM Modi Muslim Cap.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી હોય એવું ક્યાંય જોવા મળતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી…? જાણો શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: Altered

Leave a Reply