શું ખરેખર કચ્છના રાપરમાં થયેલી વકિલની હત્યાના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

સોશિયલ મિડિયામાં હાલ એક સીસીટીવી શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં એક કારને સિગ્નલ પર રોકી અમુક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવે છે. અને જણાવવામાં આવી રહ્યુ છે. કે કચ્છ જિલ્લાના રાપરમાં વકિલ મહેશ્વરીની હત્યા કરી તેના સીસીટીવી છે. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે આ સીસીટીવી વકિલ મહેશ્વરીની હત્યાના નહિં પરંતુ નાગપુરમાં ગેંગસ્ટર કિશોર બિનેકરની હત્યાના સીસીટીવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jagdishbhai teraiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કચ્છ જિલ્લાના રાપરમાં દેવજીભાઈ મહેશ્વરી નામના વકિલની હત્યા કરવામાં આવી તેના સીસીટીવી છે. 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘમા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીપી મરાઠીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “નાગપુરમાં ગેંગસ્ટર કિશોર બિનેકરની સિગ્નલ પર હત્યા કરવામાં આવી.

https://marathi.abplive.com/videos/news/nagpur-special-report-murder-of-gangster-kishor-binekar-in-nagpur-811880

ARCHIVE

તેમજ લોકમત ન્યુઝ દ્વારા આ સમાચારને લઈ એક વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ ANI ન્યુઝ એજન્સી દ્વારા ટ્વિટ કરી માહિતી આપવામાં આવી હતી કે, “નાગપુર ક્રાઈમ બ્રાંચ દ્વારા કિશોર બિનેકરની હત્યાના આરોપસર ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

ARCHIVE

તેમજ કચ્છના રાપરમાં થયેલી હત્યાના સીસીટીવીનો સંપૂર્ણ અહેવાલ ન્યુઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સીસીટીવી કચ્છમાં થયેલી હત્યાની સીસીટીવી નથી. પરંતુ નાગુપરમાં ગેંગસ્ટર કિશોર બિનેકરની હત્યા કરવામાં આવી તેના સીસીટીવી છે.

Avatar

Title:શું ખરેખર કચ્છના રાપરમાં થયેલી વકિલની હત્યાના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False