શું ખરેખર સાઉદી પ્રિંસ દ્વારા રિલાયન્સ સાથે આ શરત મુકવામાં આવી છે….?જાણો શું છે સત્ય..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 62 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 1.5 અરબ ડોલરનું રિલાયન્સમાં રોકાણ કરનાર સાઉદી પ્રિંસ દ્વારા શરત રાખવામાં આવી છે કે, 50 ટકા મુસ્લીમો કર્મચારી રહેશે.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે શરત સાથે કરાર કરવામાં આવ્યો હોય તો તમામ મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર ‘सऊदी प्रिंस की रिलायंस में 1.5 अरब डॉलर निवेश की शर्त 50% कर्मचारी सिर्फ मुसलमान होंगे’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ભારતના નહીં પરંતુ દુનિયાના તમામ મિડિયા દ્વારા સાઉદી એરામકો અને રિલાઈન્સની પાર્ટનરશીપની નોંધ લેવામાં આવી હતી, પરંતુ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે 50 ટકા મુસ્લીમ કર્મચારી રહેશે તેવું ક્યાંય પણ જણાવવામાં આવ્યુ ન હતું. તમામ મિડિયાના અહેવાલ આપ નીચે ની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો.

BUSINESS TODAYARCHIVE
ASIA TIMES ARCHIVE
FOREIGNPOLICYARCHIVE
DAINIK BHASKARARCHIVE
NEWS 18ARCHIVE
ECONOMIC TIMESARCHIVE

ત્યારબાદ 12 ઓગસ્ટ 2019ના મુકેશ અંબાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તે કાર્યક્રમની સ્પીચ સાંભળી હતી. તેમાં પણ પોસ્ટમાં જણાવ્યા મુજબની શરત મુકવામાં આવી હોવાનું ક્યાંય પણ મુકેશ અંબાણી દ્વારા જણાવવામાં ન હતું આવ્યું. જે સ્પીચ તમે નીચેની લિંક પર ક્લિંક કરી સાંભળી શકો છો.

ARCHIVE

ARCHIVE

ત્યારબાદ અમે સાઉદી એરામકોના ઓફિસિયલ ટ્વીટર અકાઉન્ટની તેમજ તેમના ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. તેમાં પણ આ પ્રકારની કોઈ શરત મુકવામાં આવી હોવાનું અમને જાણવા મળ્યુ ન હતું, 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હક્કીત અમને જાણવા મળી ન હતી.તેમજ મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં પણ આ પ્રકારની કોઈ શરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Avatar

Title:શું ખરેખર સાઉદી પ્રિંસ દ્વારા રિલાયન્સ સાથે આ શરત મુકવામાં આવી છે….?જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False