શું ખરેખર ઉદ્ધવ ઠાકરે ટીવી પર રિપબ્લીક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે...? જાણો શું છે સત્ય....
છેલ્લા ઘણા દિવસોથી ટીઆરપી વિવાદને લઈ સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક પોસ્ટ એવી પણ વાયરલ થઈ રહી છે કે, ઉદ્ધવ ઠાકરે એક ઓફિસમાં બેસેલા છે અને સામે રહેલા ટીવીમાં રિપબ્લિક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવી રહ્યો છે તે એડિટેડ છે. ઉદ્વવ ઠાકરેના વડાપ્રધાન શાથેની ઓનલાઈન કોન્ફરન્સના ફોટોને એડિટ કરવામાં આવ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ajitesh Agnihotri નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઉદ્ધવ ઠાકરે તેમની ઓફિસમાં રિપબ્લિક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ઓરિજનલ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશમાં લાગુ લોકડાઉન મુદ્દે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી. મેગેઝિનમાં છપાયેલા ફોટા મુજબ, ફોટો ANI ન્યૂઝ એજન્સી દ્વારા લેવામાં આવ્યા હતા. અને બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ધવ ઠાકરે સાથે કોઈ સંપર્ક કરવામાં આવ્યો ન હતો.
કોમ્યુટર ગ્રાફિક્સની મદદથી ઓરિજનલ ફોટોમાં છેડછાડ કરી તેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવી રહ્યો છે તે એડિટેડ છે. ઉદ્વવ ઠાકરેના વડાપ્રધાન શાથેની ઓનલાઈન કોન્ફરન્સના ફોટોને એડિટ કરવામાં આવ્યો છે.
Title:શું ખરેખર ઉદ્ધવ ઠાકરે ટીવી પર રિપબ્લીક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: Altered