શું ખરેખર હિજાબને લઈ બાળકોના નાટકનો આ વીડિયો દિલ્હીન શાળાનો છે…? જાણો શું છે સત્ય….

Communal False રાષ્ટ્રીય I National

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દિલ્હીની શાળાનો નહીં પરંતુ ગત વર્ષનો લખનઉંની શાળાનો છે.

એક સ્કૂલમાં મંચાયેલા નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ભારત માતાનો વેશ ધારણ કરેલી એક બાળકી જોવા મળી રહી છે, જેના માથા પરથી કેટલાક બાળકો ભારત માતાનો મુગટ હટાવતા અને તેના પર સફેદ કપડું બાંધતા જોવા મળે છે. આ પછી સ્ટેજ પર ઉભેલા કેટલાક બાળકો નમાઝ પઢતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીની સરકારી શાળાઓમાં આ પ્રકારે નાટક ભજવવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sampurna Samachar Seva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીની સરકારી શાળાઓમાં આ પ્રકારે નાટક ભજવવામાં આવી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 15 ઓગસ્ટ 2022 ના રોજ દૈનિક ભાસ્કર દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો. અહેવાલો અનુસાર, આ વીડિયો લખનૌના બજાર ખાનાના માલવીયા નગરમાં આવેલી શિશુ મંદિર સ્કૂલનો છે, જ્યાં સ્વતંત્રતા દિવસના અવસર પર એક નાટકનું ભજવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક દાવા સાથે વીડિયો શેર થયા બાદ લખનૌ પોલીસે તેની તપાસ કરી હતી. તેની તપાસમાં, પોલીસે વહેંચાયેલ સાંપ્રદાયિક દાવાને ખોટો ગણાવ્યો છે અને તેને શેર કરનારાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.

Bhaskar | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને 15 ઓગસ્ટના રોજ લખનૌ પોલીસ કમિશનરેટના ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલ ટ્વિટ મળ્યું. પોલીસે નાટકનું લાંબુ વર્ઝન ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ધ્યાનમાં રાખીને નાના બાળકો દ્વારા કરવામાં આવેલ નાટકનો વીડિયો કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આવા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેઓ સાંપ્રદાયિક નફરત ફેલાવવાનું ગુનાહિત કૃત્ય કરે છે.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકાર અરવિંદ ચૌહાણ દ્વારા 15 ઓગસ્ટના કરાવામાં આવેલા ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. તેના ટ્વિટ થ્રેડમાં નાટકનો સંપૂર્ણ વીડિયો અપલોડ કરવા ઉપરાંત, તેણે નાટકની કોરિયોગ્રાફી કરનાર શિક્ષક પ્રગતિ નિગમની બાઈટ અને લખનૌ પશ્ચિમના ડીસીપી એસ ચિનપ્પાનું નિવેદન પણ પોસ્ટ કર્યું. શિક્ષક પ્રગતિ નિગમે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેણે ચાર ધર્મોને એક કરવા માટે આ નાટકનું પસંદ કર્યું હતું. તેમનો ઉદ્દેશ્ય કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. જે લોકો ખોટી રીતે વીડિયોનો પ્રચાર કરી રહ્યા છે તેનાથી તે નારાજ છે અને તેણે આવું કરનારાઓને પહેલા આખો વીડિયો જોવાની સૂચના આપી છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દિલ્હીની શાળાનો નહીં પરંતુ ગત વર્ષનો લખનઉંની શાળાનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર હિજાબને લઈ બાળકોના નાટકનો આ વીડિયો દિલ્હીન શાળાનો છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False