
હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને માહિતી આપવામાં આવી છે. અને જણાવવામાં આવ્યુ છે કે, “ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.7 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, પેટ્રોલના ભાવમાં એકસાથે 7.7 રૂપિયાનો વધારો થયો નથી. છેલ્લા દસ દિવસમાં પેટ્રોલના ભાવમાં 1.40 રૂપિયાનો વધારો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jiyaa patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 ઓક્ટોબર 2021 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.7 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.”

Facebook | Fb post Archive | FB Article Archive
આ ન્યુઝપોર્ટલ દ્વારા તેમના આર્ટીકલમાં અંદર જણાવવામાં આવ્યુ હતુ કે, પેટ્રોલના ભાવમાં 7.7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી અમારા દ્વારા આ ક્લેમને ઉઠાવવામાં આવ્યો હતો અને પડતાલ કરવામાં આવી હતી.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતીના આધારે ગૂગલ પર સર્ચ કરતા અમને ગુજરાતમાં પેટ્રોલના ભાવના વધારાને લઈ કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
તેમજ અમને ઇકોનોમિક ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પેટ્રોલ-ડિઝલના ભાવની દરરોજની માહિતી આપવામાં આવી છે. જેમાં છેલ્લા દસ દિવસની પેટ્રોલ-ડિઝલના ભાવની માહિતી આપવામાં આવે છે. ગુજરાતમાં 26 ઓક્ટોબર થી 5 ઓક્ટોબર વચ્ચે પેટ્રોલના ભાવમાં 1.40 રૂપિયાનો વધારો થયો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત પેટ્રોલપંપ ડિલર્સ એશોસિયેશન પ્રમુખ અરવિંદ ઠક્કરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પેટ્રોલ-ડિઝલના ભાવમાં એક સાથે 7.7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. પેટ્રોલમાં ભાવ વધારો થાય છે. પરંતુ એક સાથે 7.7 રૂપિયાનો વધારો થયો હોવાની માહિતી પાયા વિહોણી છે.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ત્યારબાદ અમે પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્ષ અંગેની માહિતી આપતી વેબસાઈટ પણ તપાસી હતી. પરંતુ ત્યા પણ અમને આ પ્રકારે કોઈ ફેરફાર કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ ન હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, પેટ્રોલના ભાવમાં એકસાથે 7.7 રૂપિયાનો વધારો થયો નથી. છેલ્લા દસ દિવસમાં પેટ્રોલના ભાવમાં 1.40 રૂપિયાનો વધારો છે.

Title:શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.70 રૂપિયાનો વધારો થયો છે…?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
