જાણો તાજેતરમાં જૂનાગઢ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં જૂનાગઢ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ જૂનાગઢમાં વર્ષ 2023 માં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગઈકાલની જૂનાગઢની પરિસ્થિતિ ને વર્ણવતું ગીત.... આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં જૂનાગઢ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક ફેસબુક યુઝર દ્વારા 22 જુલાઈ, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, જુનાગઢ મા આભ ફાટ્યુ અને કાર તણાઈ ગઈ.
અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર એબીપી અસ્મિતા દ્વારા 22 જુલાઈ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આજ વીડિયોના દ્રશ્યો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Mojo Story | Gujarat Tak
જોકે, તાજેતરમાં જૂનાગઢમાં પણ ભારે વરસાદ થતાં ઠેર-ઠેર વરસાદના પાણી ભરાઈ ગયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ જૂનાગઢમાં વર્ષ 2023 માં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો તાજેતરમાં જૂનાગઢ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: Missing Context