યુપી ચૂંટણીમાં લોકોને પૈસા આપીને ભાજપે વોટ આપતા રોક્યા…? જાણો શું છે સત્ય….

Partly False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 માર્ચે પૂરી થઈ હતી અને 10 માર્ચના ચૂંટણીના પરિણામો પણ આવી ગયા જેમાં ભાજપાનો વિજય થયો હતો. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં AAPના કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમને બળજબરીથી પૈસા આપીને, આંગળીઓ પર શાહી લગાવીને વોટ આપવા જતા અટકાવ્યા હતા. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશની હાલની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ ઘટના બનવા પામી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયોમાં દેખાડવામાં આવેલી ઘટના 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી સમયની છે. આ ઘટનાને તાજેતરની વિધાનસભા ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vikram Boricha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તર પ્રદેશની હાલની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ ઘટના બનવા પામી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમને વિડિયોમાં ઉપર જમણી બાજુએ ન્યૂઝ-18 હિન્દીનો લોગો જોવા મળ્યો. આ વાતને ધ્યાનમાં રાખીને અમે ફેસબુક પર કીવર્ડ સર્ચ કર્યું. દરમિયાન અમને 20 મે 2019ના રોજ ન્યૂઝ18 ઉત્તર પ્રદેશના પેજ પર એક પોસ્ટ મળી. તેમાં તમે વાયરલ વિડિયોમાં દેખાતી તસવીર જોઈ શકો છો.

Archive

તમે જોઈ શકો છો કે આ પોસ્ટમાં ન્યૂઝ-18 હિન્દીના લેખની લિંક આપવામાં આવી છે. તે લેખ વાંચીને, અમને ખબર પડી કે આ ઘટના 2019ની લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં ઉત્તર પ્રદેશના ચંદૌલી લોકસભા ક્ષેત્રના તારાજીવનપુર ગામમાં બની હતી.

ત્યાં ભાજપના કાર્યકરોએ લોકોને 500 રૂપિયા વહેંચ્યા, બળજબરીથી શાહી લગાવી અને બીજા દિવસે મતદાન કરવાની ના પાડી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી.

22 મે 2019ના રોજ એનડીટીવી ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થયેલા અહેવાલમાં આ જ વિડિયોની જાણ કરવામાં આવી છે. તેમાં બળજબરીથી શાહી લગાવવામાં આવતા લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. પ્રદર્શન કરતી વખતે તેમણે પ્રશાસન સમક્ષ માંગણી મૂકી હતી કે બીજા દિવસે થનારા મતદાનમાં તેમને મતદાન કરવા દેવામાં આવે. વહીવટીતંત્રે તેમની માંગ પૂરી કરી અને તેઓએ મતદાન કર્યું.

વધુ તપાસ દરમિયાન અમને ચંદૌલી પોલીસ દ્વારા 5મી માર્ચની એક ટ્વિટ મળી. તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે આ વિડિયો 2019ની લોકસભા ચૂંટણી દરમિયાનનો છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, વિડિયોમાં દેખાડવામાં આવેલી ઘટના 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી સમયની છે. આ ઘટનાને તાજેતરની વિધાનસભા ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.

Avatar

Title:યુપી ચૂંટણીમાં લોકોને પૈસા આપીને ભાજપે વોટ આપતા રોક્યા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Partly False