જય શાહ વર્ષ 2021ના આઈપીએલના આયોજનને લઈ યુએઈના સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલય ખાલિદ અલ ઝરૂની અને શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા. તેમના ભાગીદારને મળ્યા હોવાની કે તેઓ ભાગીદારીમાં વેપાર કરતા હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, જય શાહ યુએઈના કોઈ એક વ્યક્તિ સાથે હાથ મિલાવી અને ફોટો લઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જય શાહ યુએઈમાં ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે અને તેમના ભાગીદાર સાથેનો તેમનો આ ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જય શાહ યુએઈમાં ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે અને તેમના ભાગીદાર સાથેનો તેમનો આ ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો જે 21 જૂલાઈ 2021ના પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આઈપીએલ 14ની બાકી રહેલી મેચોનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યુ હતુ જેને લઈ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ યુએઈના સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલય ખાલિદ અલ ઝરૂની અને શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા | સંગ્રહ

તેમજ એએનઆઈ (સંગ્રહ) દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.

તેમજ જય શાહ દ્વારા પણ આ જ માહિતી આપતુ ટ્વિટ કરવામાં આવ્યુ હતુ અને સાથ અન્ય ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જય શાહ વર્ષ 2021ના આઈપીએલના આયોજનને લઈ યુએઈના સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલય ખાલિદ અલ ઝરૂની અને શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા. તેમના ભાગીદારને મળ્યા હોવાની કે તેઓ ભાગીદારીમાં વેપાર કરતા હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જય શાહનો યુએઈના મંત્રી સાથેનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ.... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Misleading