
હાલ સોશિયલ મિડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક બાળકને માસ્ક પહેરાવી રહ્યા છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટો હાલના કોરોનાના સમયનો છે, ફોટોમાં દેખાતા ત્રણ વ્યક્તિ પોતા માસ્ક નથી પહેરી રહ્યા પરંતુ બાળકને માસ્ક પહેરાવી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 1 નવેમ્બર 2019નો છે. જ્યારે દિલ્હીમાં પ્રદુષણ ખૂબ જ વધ્યુ હતુ ત્યારે શાળાના વિદ્યાર્થીઓને માસ્ક આપ દ્વારા આપવામાં આવ્યા હતા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bharat vikas – ભારત વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટો હાલના કોરોનાના સમયનો છે, ફોટોમાં દેખાતા ત્રણ વ્યક્તિ પોતા માસ્ક નથી પહેરી રહ્યા પરંતુ બાળકને માસ્ક પહેરાવી રહ્યા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એનડીટીવીનો 1 નવેમ્બર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યુ હતુ કે, “શાળાના વિદ્યાર્થીઓને માસ્ક આપતા અરવિંદ કેજરીવાલ.”

તેમજ વધુ પડતાલ કરતા અમને 1 નવેમ્બર 2019ના પ્રસારિત આઉટલુકનો રિપોર્ટ પણ મળ્યો. આ અહેવાલમાં ફોટો શેર કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ નવી દિલ્હીના સરકારી પ્રતિભા વિકાસ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને પ્રદૂષણથી બચવા માસ્ક વિતરણ કર્યા હતા.
તેમજ આમ આદમી પાર્ટી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટો તારીખ 1 નવેમ્બર 2019ના શેર કરતા લખ્યુ હતુ કે, “પાડોશી રાજ્યોમાં પાક સળગાવવાના કારણે થતાં પ્રદૂષણને કારણે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે. આ કારણોસર, આજથી (1 નવેમ્બર 2019) થી, ખાનગી અને સરકારી શાળાઓમાં 50 લાખ માસ્કનું વિતરણ કરવામાં આવે છે. હું જ્યારે પણ જરૂર પડે ત્યારે દિલ્હીવાસીઓને માસ્કનો ઉપયોગ કરવા વિનંતી કરું છું – અરવિંદ કેજરીવાલ”
આમ આ ફોટો વર્ષ 2019નો છે. જ્યારે ભારતમાં કોરોનાનો પહેલો કેસ તારીખ 27 જાન્યુઆરી 2020ના આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 1 નવેમ્બર 2019નો છે. જ્યારે દિલ્હીમાં પ્રદુષણ ખૂબ જ વધ્યુ હતુ ત્યારે શાળાના વિદ્યાર્થીઓને માસ્ક આપ દ્વારા આપવામાં આવ્યા હતા.

Title:શું ખરેખર કેજરીવાલ બાળકને માસ્ક પહેરાવી રહ્યા છે તે ફોટો કોરોનાના સમયનો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
