શું ખરેખર પીએમ મોદીનું નામાંકન ભરવા ગયા ત્યારની તસ્વીર છે.? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ તસ્વીર વર્ષ 2022ની છે. તે સમયે NDA તરફે રાષ્ટ્રપતિ પદ માટે દ્રોપદી મુર્મુનું નામકાંન કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રીના નામાંકનમાં રાષ્ટ્રપતિ જોડે ગયા હોવાની વાત તદ્દન ખોટી છે.  

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોવા મળે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, રાજનાથ સિંહ, સહિતના ભાજપાના મોટા નેતાઓ એક અધિકારીને ફોર્મ આપી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામાંકન સમયે તેમની જેડો ગયા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામાંકન સમયે તેમની જેડો ગયા હતા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે 26 જૂન 2022ના કરવામાં આવ્યુ હતુ, જેમાં આ તસ્વીર પણ શેર કરવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી હતી કે, “હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર પત્રો ભરવાને લઈને આ તસવીર ટ્વિટ કરવામાં આવી હતી.” 

Archive 

તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ તસ્વીર સાથે આ જ સ્થળની અન્ય બે ફોટો તેમના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ ધ પ્રિન્ટ દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ તેમની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ તસ્વીર વર્ષ 2022ની છે. તે સમયે NDA તરફે રાષ્ટ્રપતિ પદ માટે દ્રોપદી મુર્મુનું નામકાંન કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રીના નામાંકનમાં રાષ્ટ્રપતિ જોડે ગયા હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પીએમ મોદીનું નામાંકન ભરવા ગયા ત્યારની તસ્વીર છે.? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply