શું ખરેખર બાબા રામદેવની દવા કોરોનિલને આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી...? જાણો શું છે સત્ય…
Jashvant Raval નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બાબા રામદેવની કોરોનીલ દવાને આયુષ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. ગઈકાલથી વિરોધમાં ઉછળેલા લોકોએ પોતાના ઘરે શોકસભા કરી લેવી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીથી બચવા માટે બાબા રામદેવની પતંજલિ સંસ્થા દ્વારા કોરોનિલ નામની દવા બનાવવામાં આવી છે જેને આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. આ પોસ્ટને 237 લોકોએ લાઈક કરી હતી. 124 લોકો એ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કોરોના મહામારીથી બચવા માટે બાબા રામદેવ દ્વારા કોરોનિલ નામની દવા બનાવવામાં આવી છે તેને આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને navgujaratsamay.com દ્વારા 24 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરાખંડના આયુર્વેદ વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, પતંજલિ દ્વારા કફ, તાવ અને ઈમ્યુનિટી વધારવાની દવા માટેનું જ લાયસન્સ માંગવામાં આવ્યું હતું. જેમાં ક્યાંય પણ કોરોનાનો ઉલ્લેખ કરવામાંન આવ્યો ન હતો.
વધુમાં અમને આજ માહિતી સાથેના ન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. panchayatitimes.com | |
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 24 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ઉત્તરાખંડના આયુર્વેદ વિભાગના લાયસન્સ અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, પતંજલિની અરજી મુજબ અમે તેમને લાઇસન્સ આપ્યું પરંતુ તેમના દ્વારા અરજીમાં કોરોના વાયરસનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. અમે ફક્ત રોગપ્રતિકારકશક્તિમાં વૃધ્ધિ, ઉધરસ અને તાવ માટેના લાઇસન્સને મંજૂરી આપી છે. અમે તેમને નોટિસ ફટકારીશું અને પૂછીશુ કે, કિટ (COVID19) બનાવવા માટે તેમને પરવાનગી કેવી રીતે મળી છે.
અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 24 જૂન, 2020 ના રોજ કરવામાં આવેલી વધુ એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કેન્દ્રિય આયુષ મંત્રી શ્રીપદ નાયક દ્વારા એવું જણાવવામાં આવ્યું કે, “તે સારું છે કે બાબા રામદેવે દેશને નવી દવા આપી છે, પરંતુ નિયમ મુજબ સૌ પહેલા આયુષ મંત્રાલયમાં આવવું પડે. તેમણે એક રિપોર્ટ મોકલ્યો હોવાનું પણ કહ્યું હતું. અમે તે જોશું અને રિપોર્ટ જોયા પછી દવાને પરવાનગી આપવામાં આવશે.”
વધુમાં અમને કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાયક દ્વારા આપવામાં આવેલા નિવેદન સાથેના સમાચાર Dainik Jagran દ્વારા 24 જૂન,2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને કોરોનિલને કોવિડ-19 ની અસરકારક દવા કહેવા પર આયુષ મંત્રાલય દ્વારા વાંધો પણ ઉઠાવવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં PIB દ્વારા એક પ્રેસ વિજ્ઞપ્તિ પણ બહાર પાડવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આયુષ મંત્રાલય દ્વારા બાબા રામદેવની પતંજલિ સંસ્થા દ્વારા કોરોના માટે બનાવવામાં આવેલી કોરોનિલ દવાને મંજૂરી આપવામાં નથી આવી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આયુષ મંત્રાલય દ્વારા બાબા રામદેવની પતંજલિ સંસ્થા દ્વારા કોરોના માટે બનાવવામાં આવેલી કોરોનિલ દવાને મંજૂરી આપવામાં નથી આવી.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર બાબા રામદેવની દવા કોરોનિલને આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી...?
Fact Check By: Vikas VyasResult: False