
કેરળના અલાપ્પુઝા જિલ્લાના ચેર્થાળા નજીક વાયલાર ખાતેની રાજકીય હત્યાથી સમગ્ર કેરળ ચોંકી ઉઠ્યું હતું. બાવીસ વર્ષના RSS કાર્યકર નંદુની હત્યા કરાઈ હતી. જિલ્લામાં ભાજપ અને હિન્દુ સંગઠનોએ હડતાલની ઘોષણા કરી હોવા છતાં, વાયલાર, ચેર્થાળા અને અલાપ્પુઝામાં અથડામણ ચાલુ રહી હતી. નંદુની હત્યાના સંદર્ભમાં સોશ્યલ મિડિયા એક પોસ્ટ ફરતી થઈ હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રાજકીય હત્યાનો ભોગ બનેલા નંદુનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો આ ઘટનામાં ઘાયલ થયેલા કે.એસ. નંદુનો છે. જ્યારે મૃતક નંદુ અલગ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dipesh Prajapati Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રાજકીય હત્યાનો ભોગ બનેલા નંદુનો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. હત્યાનો ભોગ બનેલા નંદુને શ્રદ્ધાંજલિ આપીને ઘણા લોકોએ વિવિધ ફોટો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી.
તેમજ અમે આ અંગે વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, નંદુ આર કૃષ્ણા નામના આરએસએસ કાર્યકર્તાની હત્યા થઈ હતી. તેમજ તેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પણ પ્રકાશિત પણ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
વળી, આ જ હુમલામાં નંદુ નામનો અન્ય એક યુવાન ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો. એ નંદુની તસવીર હત્યા કરાયેલા નંદુના નામે ફરતી થઈ છે.
ત્યારબાદ અમે અલાપ્પુઝા જિલ્લાના પ્રભારી આરએસએસના મોહનનો સંપર્ક સાધ્યો હતો અને તેમને આ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હા આ અમારા ધ્યાનમાં આવ્યુ છે. વાયરલ ફોટોમાં જોવા મળતો વ્યક્તિ પણ નંદુ જ છે, જેની એર્નાકુલમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મુઝવણ એટલા માટે ઉદભવી છે કે, મૃત્યુ પામેલા આરએસએસ કાર્યકર અને ગંભીર રીતે ઘાયલ આરએસએસ કાર્યકરનું નામ પણ નંદુ જ છે.”
મૃત્યુ પામેલા નંદુનો ફોટો અને ઘાયલ થયેલા નંદુના ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

આમ, જોઇ શકાય છે કે મૃત્યુ પામેલા આરએસએસના કાર્યકર નંદુ અને ઘાયલ નંદુની તસવીરો વચ્ચે ફરક છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો આ ઘટનામાં ઘાયલ થયેલા કે.એસ.નંદુનો છે. જ્યારે મૃતક નંદુ અલગ છે.
(સુધારો : સ્ટોરીમાં સુધારો કરવામાં આવ્યો છે, પહેલા સરખામણીની ફોટોમાં સ્પેલિંગમાં નાયડૂ લખેલુ હતુ, જે નંદુ કરવામાં આવ્યુ છે.)

Title:શું ખરેખર કેરળમાં રાજકિય હત્યા પામેલા નંદુનો ફોટો છે…..?
Fact Check By: Yogesh KariaResult: Partly False
