‎‎‎ ‎Chirag Patel‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 નવેમ્બર,2019 ના રોજ to Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Kalol College pacvhad હરીનગર - ૨ માં એક છોકરો જેનું નામ સુભાષ શાહુ છે અને આ છૉકરા નૅ પબજી રમતા હાત બંઘ નથી થતા અનૅ છૉકરૉ મૅનટલ થૈ ગયૉ છૅ તમનૅ હાથ જૉડી નૅ વિનતી છૅ કૅ પબજી રમવા નુ બંધ કરૉ અનૅ આ વીડિયૉ આગળ મૉકલૉ જે થી બીજા કૉઈના છૉકરા નૉ જીવ બચી જાય 🙏 પબજી બંધ કરૉ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કલોલ કોલેજ પાછળ હરીનગર 2 માં પહેતા સુભાષ શાહુ નામનો છોકરો વધુ પડતી પબજી ગેમ રમવાને કારણે માનસિક સંતુલન ખોઈ બેઠો તેના આ ફોટો અને વીડિયો છે. આ પોસ્ટને 114 વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 61 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Video Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર આ પ્રકારે પબજી ગેમ રમવાને કારણે કલોલ કોલેજ પાછળ હરીનગર 2 માં રહેતો સુભાષ શાહુ તેનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત એટલે માટે સૌપ્રથમ અમે જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને આ માહિતી સર્ચ કરી પરંતુ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને milaap.org દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો પણ તમે જોઈ શકો છો. જેમાં એવું લખેલું હતું કે, ફોટોમાં દેખાતા છોકરાનું નામ સુભાષ નહીં પરંતુ સુજન છે અને તે કર્ણાટકનો રહેવાસી છે. વધુમાં એવું લખ્યું છે કે, બેંગ્લોર ખાતે તેણે બીએસસીમાં એડમિશન લીધુ એના 9 દિવસમાં જ એને બ્લડ કેન્સર હોવાનું માલૂમ પડ્યું હતું. જેના પરિણામે આ સાઈટની મદદથી તેના ઈલાજ માટે રૂપિયા એકત્રિત કરવામાં આવે છે. આ સંપૂર્ણ અહેવાલ તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મિલાપ ઓર્ગેનાઈઝેશનમાં આ બનાવ અંગે વાત કરતાં ફરજ પર હાજર સપોર્ટીંગ ટીમના વિનય કુમાર દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે, “ફોટોમાં દેખાતા છોકરાનું નામન સુભાષ શાહુ નહીં પરંતુ સુજન છે. તે કર્ણાટકનો રહેવાસી છે. તેને બ્લડ કેન્સર હોવાથી તેના પરિવારના કહેવાથી અમારી સંસ્થા દ્વારા મદદના ભાગરૂપે એક કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું કે જેથી એના ઈલાજ માટે રૂપિયા એકત્રિત કરી શકાય. પબજી ગેમ રમવાને કારણે તેની આવી હાલત થઈ હોવાની માહિતી તદ્દન ખોટી છે. કોઈ ઠગબાજો દ્વારા આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર ફરતી કરવામાં આવી રહી છે. જેની અમારી સંસ્થાએ નોંધ પણ લીધી છે અને આ અંગે ફરિયાદની કામગીરી પણ કરવામાં આવી છે.”

અમારી વધુ તપાસમાં અમને મિલાપ ઓર્ગેનાઈઝેશનનું ઓફિશિયલ ફેસબુ પેજ પ્રાપ્ત થયું હતું. જેના પર 26 ઓક્ટોમ્બર, 2019 ના રોજ સુજનનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Facebook Post | Archive

આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં દેખાતા બાળકનું નામ સુભાષ શાહુ નહીં પરંતુ સુજન છે અને તે કલોલનો નહીં પરંતુ કર્ણાટકનો રહેવાસી છે. તેમજ તેની આવી પરિસ્થિતિ પબજી ગેમ રમવાને કારણે નથી થઈ પરંતુ વાસ્તવમાં તેને બ્લડ કેન્સર છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દેખાતા બાળકનું નામ સુભાષ શાહુ નહીં પરંતુ સુજન છે અને તે કલોલનો નહીં પરંતુ કર્ણાટકનો રહેવાસી છે. તેમજ તેની આવી પરિસ્થિતિ પબજી ગેમ રમવાને કારણે નથી થઈ પરંતુ વાસ્તવમાં તેને બ્લડ કેન્સર છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર આ છોકરાએ પબજી રમવાથી માનસિક સંતુલન ગુમાવી દીધુ...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False