Alert: શું ખરેખર ગુજરાતમાં નવા 5 કોર્પોરેશન બનવા જવા જઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….
રાજ્યમાં પાંચ નગરપાલિકાને મહાનગર પાલિકા દ્વારા અપગ્રેડ કરવામાં આવી હોવાની અફવા છે.
ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે, ત્યારે તેમાં વધુ 5 નો ઉમેરો થશે. તો આ સાથે જ ગુજરાતમાં કુલ 16 મહાનગરપાલિકા બનશે. નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપામાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબીનો સમાવેશ કરાયો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા નવી પાંચ મહાનગર પાલિકા બનાવવામાં આવી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Surties નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત સરકાર દ્વારા નવી પાંચ મહાનગર પાલિકા બનાવવામાં આવી છે.”
Facebook | Fb post Archive | Facebook
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અણે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ઝી24 કલાક દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચાર અફવા છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના સચિવ અશ્વિની કુમારનો સંપર્ક સાધ્યો હતો. જેમણે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, “આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. આ સમાચાર એક અફવા છે. ગુજરાતની પાંચ નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવશે તેવા જે સમાચારો મીડિયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે તેમા કોઈ તથ્ય કે સત્યતા નથી. રાજય મંત્રી મંડળની મળેલી કેબીનેટ બેઠકમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી કે કેબીનેટના એજંડામાં આ બાબત ચર્ચામાં લેવામા આવેલી પણ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્યમાં પાંચ નગરપાલિકાને મહાનગર પાલિકા દ્વારા અપગ્રેડ કરવામાં આવી હોવાની અફવા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Alert: શું ખરેખર ગુજરાતમાં નવા 5 કોર્પોરેશન બનવા જવા જઈ રહ્યા છે...? જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False