શું ખરેખર દિલ્હી MCDની પેટાચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

તાજેતરમાં દિલ્હીમાં પેટા ચૂંટણી પુરી થઈ છે. 5 બેઠકો પર યોજાયેલી એમસીડીની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 4 બેઠક પર તેમજ કોંગ્રેસનો 1 બેઠક પર વિજય થયો છે. જ્યારે ભાજપાના ભાગે એકપણ બેઠક આવી ન હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં ચૌહાણ બાંગર બેઠકના પરિણામનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હી ઉપચૂનાવમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ એટલે આ પરિણામ આવ્યુ છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી પેટાચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી નહિં પરંતુ ઈવીએમથી જ કરવામાં આવ્યુ હતુ. બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હી ઉપચૂનાવમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ એટલે આ પરિણામ આવ્યુ છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને એનડીટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ચૂંટણી અધિકારીના હવાલાથી લખવામાં આવ્યુ હતુ કે, “ચૌહાન બંગાર અને કલ્યાણપુરીમાં EVM મશીનોને બદલવામાં આવ્યા આ સિવાય મતદાન સુચારૂ રૂપથી પૂર્ણ થયુ હતુ.

NDTV | ARCHIVE

તેમજ એમસીડીના આ પેટાચૂંટણીને લઈ ચૂનાવ આયોગ દ્વારા પ્રસારિત નોટીફિકેશનમાં પણ ઈવીએમને લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો. 

gudelinesforObserversBE2021

તેમજ અમે અમારી પડતાલને મજબૂત કરવા સ્ટેટ ઈલેકશન સેક્રટરી સંદિપ મિશ્ર જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “દિલ્હી એમસીડીની પેટાચૂંટણીમાં બેલેટ પેપરથી નહિં પરંતુ ઈવીએમ મશીનથી મતદાન કરવામાં આવ્યુ હતુ. બેલેટથી મતદાન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.”

જો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પરિણામ મુજબ જ ઉમેદવારોને મત મળ્યા હતા. ઈલેક્શન કમિશન દ્વારા તેમની વેબસાઈટ પર પ્રસારિત પરિણામ તમે નીચે જોઈ શકો છો.

RESULTSUMMARY

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી પેટાચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી નહિં પરંતુ ઈવીએમથી જ કરવામાં આવ્યુ હતુ. બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર દિલ્હી MCDની પેટાચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ…..?

Fact Check By: Yogesh Karia 

Result: False