શું ખરેખર વિડિયોમાં ડાન્સ કરી રહેલુ યુગલ ચીની રોબોટ છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક યુગલને તમે ડાન્સ કરતા જોઈ શકો છો. આ વિડિયોમાં આ યુગલની આસપાસ લોકોને શુંટિગ કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં ડાન્સ કરતા યુગલ તે ચાઈનીઝ રોબોટ છે. જે ચીનના શાંઘાઈના ડિઝનીલેન્ડની છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે ડાન્સ કરવામાં આવ્યો છે તે દિમા અને દિલારા નામના બચતા ડાન્સરોનો છે, ચીન દ્વારા બનાવવામાં આવેલ રોબોટ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

J P Velvas નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 April 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં ડાન્સ કરતા યુગલ તે ચાઈનીઝ રોબોટ છે. જે ચીનના શાંઘાઈના ડિઝનીલેન્ડની છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ડીજે મેનેજર ડેન કોરાઝન દ્વારા 17 ઓગસ્ટ 2020ના રોજ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સમાન દ્રશ્યો દર્શાવતો વિડિયો શેર કરવામાં આવ્યો હતો. ડેન કોરાઝોને કહ્યું કે, “વિડિયોમાં ડાન્સ પરફોર્મન્સ બચતા ડાન્સર્સ દિમા અને દિલારાનું હતું. વિડિયો અનુસાર, આ કપલે 16 ઓગસ્ટ 2020ના રોજ રશિયાના મોસ્કોમાં બચતા સ્ટાર વીક ઈવેન્ટમાં પરફોર્મ કર્યું હતું.

Archive

ડિમ ડેવિડ ઓફ અને દિલારા રશિયાના પ્રખ્યાત બચતા ડાન્સર તરીકે જાણીતા છે. ‘દિમાદિલારા’ તરીકે ઓળખાતું આ યુગલ વર્કશોપ અને વર્કશોપમાં બચતા ડાન્સ કરવા માટે જાણીતું છે. આ ઉપરાંત, યુગલ બચતા નૃત્યની કળાની તાલીમ પણ આપે છે. આ માહિતી તેમની ઓફિશિયલ વેબસાઈટ પણ આપવામાં આવી હતી.

આ યુગલએ મોસ્કો ‘બચતા સ્ટાર વીક’ ઇવેન્ટમાં તેમના ડાન્સ પરફોર્મન્સના વિડિયો તેમના યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા હતા. દિલારાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શોનો વિડિયો પણ શેર કર્યો છે. અહીં ‘દેમાદિલારા‘ દંપતી દ્વારા બનાવેલા કેટલાક વધુ ડાન્સ પર્ફોર્મન્સ વિડિયો છે.

આ વિગતોના આધારે ચોક્કસ કહી શકાય કે પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયોમાં જે ડાન્સ કરવામાં આવ્યો છે તે દિમા અને દિલારા નામના બચતા ડાન્સરોનો છે, ચીન દ્વારા બનાવવામાં આવેલ રોબોટ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે ડાન્સ કરવામાં આવ્યો છે તે દિમા અને દિલારા નામના બચતા ડાન્સરોનો છે, ચીન દ્વારા બનાવવામાં આવેલ રોબોટ નથી.

Avatar

Title:શું ખરેખર વિડિયોમાં ડાન્સ કરી રહેલુ યુગલ ચીની રોબોટ છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False