શું ખરેખર રાહુલ ગાંધીએ પાકિસ્તાનને મદદ કરવી જોઈએ તે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

વાયરલ ગ્રાફિક નકલી છે. એબીપી ન્યૂઝે 2018માં સ્પષ્ટતા કરી હતી કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે રાહુલ ગાંધી પાકિસ્તાનને 50 વર્ષ સુધી 5000 કરોડની લોન વ્યાજ વગર આપશે તેવા કોઈ સમાચાર પ્રસારિત કર્યા નથી. ખોટા દાવાઓ સાથેનો નકલી ગ્રાફિક વર્ષોથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં એક ABP ન્યૂઝની બે બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમા જણાવવામાં આવ્યુ છે કે, રાહુલ ગાંધી પાકિસ્તાનને મદદ કરવા માંગે છે. કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ પાકિસ્તાનને 50 વર્ષ માટે વ્યાજ વગર 5000 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા પાકિસ્તાનને મદદ કરવી જોઈએ તેવુ નિવેદન આપ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી દ્વારા પાકિસ્તાનને મદદ કરવી જોઈએ તેવુ નિવેદન આપ્યુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌ પ્રથમ, આ ગ્રાફિક એબીપી ન્યૂઝની વેબસાઇટ અથવા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાયરલ બ્રેકિંગ પ્લેટ પર જોવા મળ્યા ન હતા.

તેનાથી વિપરિત, એબીપી ન્યૂઝે 12 નવેમ્બર, 2018 ના રોજ એક ટ્વિટ દ્વારા સ્પષ્ટતા કરી હતી કે વાયરલ ગ્રાફિક નકલી છે અને આવા સમાચાર એબીપી ન્યૂઝ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી.

પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ઓનલાઈન સંલગ્ન મીડિયા બ્રોડકાસ્ટ અમારી ચેનલ ટેમ્પલેટ સાથે જોડાયેલ છે. ABP એ રાહુલ ગાંધીના નિવેદનોના સમાચાર પ્રકાશિત કર્યા નથી. આ અહેવાલ એબીપી ન્યૂઝ નેટવર્ક સાથે સંબંધિત નથી.” 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ગ્રાફિક નકલી છે. એબીપી ન્યૂઝે 2018માં સ્પષ્ટતા કરી હતી કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે રાહુલ ગાંધી પાકિસ્તાનને 50 વર્ષ સુધી 5000 કરોડની લોન વ્યાજ વગર આપશે તેવા કોઈ સમાચાર પ્રસારિત કર્યા નથી. ખોટા દાવાઓ સાથેનો નકલી ગ્રાફિક વર્ષોથી વાયરલ થઈ રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર રાહુલ ગાંધીએ પાકિસ્તાનને મદદ કરવી જોઈએ તે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply