
Ajay Pathak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રામ મંદિર ના. ભૂમિ પૂજન ના. દિવસ. સુધી હિન્દુસ્તાન નાં. દરેક. રામ ભક્ત. ના. ફેસબુક. DP… માં. રામ લલ્લા માં. ભવ્ય. મંદિર. નો. ફોટો. રાખી ને. અને. 5. તારીખ ના. દિવસે. દિવાળી. ની. જેમ. જ. પોતાના ઘરે. દીપ. પ્રગટાવી ને રામ. મંદિર. નિર્માણ. માં. પોતાની. ખુશી. વ્યક્ત. કરીએ…. જે રાજકારણ. માટે. પોતાનો. ધર્મ. પણ.ભૂલ્યા હોય. તેવા. લોકો. ને. પણ. દિલ. થી. જય. શ્રી. રામ..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રામમંદિરનો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝ18.કોમનો 2 એપ્રિલ 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો દિલ્હી અક્ષરધામનો છે. વર્ષ 2005માં ભાવિકો માટે આ મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.
દિલ્હી અક્ષરધામની ઓફિશિયલ વેબસાઈટ પર પણ મંદિરના જૂદા-જૂદા એંગલથી ફોટો શેર કરવામાં આવી હતી.
પોસ્ટમાં વાયરલ ફોટો અને દિલ્હી અક્ષરધામની ફોટોની સરખામણી તમે નીચે જોઈ શકો છો. જે બંને એક સરખી હોવાનું દેખાય રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હી અક્ષરધામનો છે. રામ મંદિરનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રામ મંદિરનો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
