શું ખરેખર શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા IDBI બેંકના મેનેજરને મારમારવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....
Jitendra Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Shivsena goons beat up IDBI bank manager in Maharashtra in presence of police Jai Maharashtra” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસની હાજરીમાં શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા IDBI બેંકના મેનેજરને મારમારવામાં આવ્યો.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 13 સપ્ટેમ્બર 2020 ના રોજ ટાઇમ્સ નાઉ(સંગ્રહ) દ્વારા પ્રકાશિત એક સમાચાર મળ્યા હતા. જે સમાચાર અનુસાર બેંકના કર્મચારી પર હુમલો કરનાર યુવક કોંગ્રેસના કાર્યકર હતા.
તેમજ 10 સપ્ટેમ્બર 2020ના ન્ચુઝ 18 લોકમત દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે મલકાપુરમાં આઈડીબીઆઈ બેંકની શાખાનો સંપર્ક કર્યો, બ્રાંચ મેનેજર અનિલ સાવલે દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના 24 ઓગસ્ટ 2020ના રોજ બની હતી. તેમના કહેવા મુજબ, તે થોડા દિવસો પહેલા મલકાપુર શાખાના મેનેજર તરીકે જોડાયા હતા. વિડિયોમાં જે શખ્સને માર મારવામાં આવી રહ્યો છે તે પૂર્વ મેનેજર છે. ગયા મહિને, કેટલાક લોકોએ મલકાપુર બેંકમાં પ્રવેશ કર્યો હતો અને હંગામો મચાવ્યો હતો. તે ઇચ્છતા હતા કે તેની લોન પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, બેંક મેનેજર દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં તેણે બેંક મેનેજરને માર માર્યો હતો. અનિલ સાવલેને મારનારા શખ્સોની રાજકીય જોડાણ અંગે કોઈ માહિતી મળી નથી.
ત્યારબાદ અમે મલકાપુરના પોલીસ સ્ટેશનમાં હાજર આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સ્મિતા મસાયેનો સંપર્ક સાધ્યો, જેણે અમને કહ્યું હતુ કે, “આ ઘટના 24 ઓગસ્ટ, 2020 ની છે. આ બનાવમાં પાંચ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પાંચેય વ્યક્તિઓ કોંગ્રેસ પાર્ટીના સભ્યો છે. વાયરલ વિડિયોમાં મેનેજર સાથે મારપીટ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોની પાક લોન પાસ કરવામાં મોડુ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સામેલ લોકોમાં તાલુકા કોંગ્રેસના વડા બંધુ ચૌધરી અને યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકરો છે."
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, IDBI બેંકના મેનેજરને શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા માર મારવામાં ન હતો આવ્યો પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મારમારવામાં આવ્યો હતો.
Title:શું ખરેખર શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા IDBI બેંકના મેનેજરને મારમારવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: False