24 ફેબ્રુઆરી 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હસ્તે ગુજરાતના મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર, આ ક્રિકેટ સ્ટેડિયમની બહારનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ લઈ જવા અંગે પોતાની ટિપ્પણી આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર આવેલા સ્ટેડિયમમાં લોકોને રાષ્ટ્રધ્વજ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ગુજરાત ક્રિકેટ એસોસિએશને પુષ્ટિ આપી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ત્રિરંગો લઈ જવા પર કોઈ પ્રતિબંધ નથી. સલામતીના કારણોસર, ધ્વજ સાથે જોડાયેલ પોલ/લાકડી અને જે કોઈપણને નુકસાન પહોંચાડે છે તેને સ્ટેડિયમની બહાર રાખવાનું કહેવામાં આવ્યું હતું.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજરાત ક્રાઈમ કંટ્રોલ ન્યુઝ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર આવેલા સ્ટેડિયમમાં લોકોને રાષ્ટ્રધ્વજ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

FACT CHECK

અમે આ વિડિઓને નજીકથી જોઈને તપાસ શરૂ કરી, જેના પરિણામે અમે વિડિયોના ખૂણામાં વીટીવીનો લોગો જોવા મળ્યો હતો. વીટીવી ગુજરાતની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ છે. વિડિયોમાં રિપોર્ટર દ્વારા મૂકવામાં આવેલા માઇક પર વીટીવી ન્યૂઝનો લોગો પણ દેખાય છે. તપાસ દરમિયાન અમને વીટીવીનો ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો.

ARCHIVE

ફેક્ટ ક્રેસેન્ડોએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી અનિલ પટેલનો સંપર્ક કર્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોઈ પણ દેશના રાષ્ટ્રધ્વજ ઉપર પ્રતિબંધ નથી. અમે 24 ફેબ્રુઆરીની મેચ માટે સ્ટેડિયમની અંદર ધ્વજ અને બેનરોની મંજૂરી આપી હતી, પરંતુ સુરક્ષાના કારણોસર, અમે સામાન્ય રીતે ધ્વજ સાથે જોડાયેલા પાઈપો અથવા લાકડીઓની મંજૂરી આપી શકતા નથી. આવી લાકડીઓ કોઈપણને નુકસાન પહોંચાડી શકે છે, તેથી આ માત્ર સાવચેતીના પગલા છે. આ સિવાય, અમે પણ સ્ટેડિયમમાં હાજર દર્શકોને રાષ્ટ્રધ્વજ આપ્યો હતો.

આ ઉપરાંત ઘટના સ્થળે ઉપસ્થિત વીટીવીના પત્રકાર અનિતા પટનીએ સંપર્ક કર્યો હતો, તેમણે અમને સ્પષ્ટ કર્યું કે હતુ કે, “સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ લઈ જવુ માન્ય છે. શરૂઆતમાં સ્ટેડિયમની બહાર સુરક્ષા કર્મચારીઓ અને ચાહકો વચ્ચે ગેરસમજ થઈ હતી, બાદમાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ મુદ્દો હલ કરવામાં આવ્યો હતો અને સ્ટેડિયમની અંદર ધ્વજને મંજૂરી આપવામાં આવી હતી. ખરેખર, ત્યાં ધ્વજને અંદર લઈ જવાની કોઈ પ્રતિબંધ નહોતો, પરંતુ ધ્વજ સાથે લાકડી અથવા પાઇપ લઈ જવા પર સલામતીના કારણોસર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો."

ત્યારબાદ અમે અમદાવાદના ઝોન-2ના ડીસીપી વિજયકુમાર પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સુરક્ષાના કારણોને લીધે લોકોને ધ્વજ સાથેના લોખંડના પાઈપો અને લાકડાના પાઈપો લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કેટલીકવાર જ્યારે લોકો લડતા હોય છે ત્યારે તેઓ એકબીજા પર હુમલો કરવા માટે આ પાઈપોનો ઉપયોગ કરે છે, જેના કારણે સુરક્ષા કર્મચારીઓએ પાઈપોને અંદર લઈ જવાની મનાઈ કરી હતી, જોકે રાષ્ટ્રધ્વજ લઈ જવાનીની મનાઈના અહેવાલો ખોટા છે.

આ ઉપરાંત ફેક્ટ ક્રેસેન્ડોએ 24 ફેબ્રુઆરીએ સ્ટેડિયમમાં હાજર અન્ય દર્શકોનો સંપર્ક સાધ્યો, દરમિયાન અમનો શૌનાક અમીન નામના દર્શકે કહ્યું કે, "મને કોઈએ ત્રિરંગો લઈ જવા સ્ટેડિયમમાં પ્રવેશતા અટકાવ્યો ન હતો, ન ત્યાં ધ્વજ પર કોઈ પ્રતિબંધ હતો. સમગ્ર મેચ દરમિયાન, અમે લોકોને ધ્વજ લહેરાવતા જોયા હતા અને નવા સ્ટેડિયમની અંદરનો તે એક મહાન અનુભવ હતો." તેમણે અમને સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવતા સમયનો વિડિઓ પણ મોકલાવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.

પ્રેક્ષકો દ્વારા લહેરાવવામાં આવતા ભારતીય રાષ્ટ્રધ્વજને 24 ફેબ્રુઆરીના મેચની હાઇલાઇટના વિડિયોમાં જોઇ શકાય છે, જેને બીસીસીઆઇએ તેની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કર્યા છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગુજરાત ક્રિકેટ એસોસિએશને પુષ્ટિ આપી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ત્રિરંગો લઈ જવા પર કોઈ પ્રતિબંધ નથી. સલામતીના કારણોસર, ધ્વજ સાથે જોડાયેલ પોલ/લાકડી અને જે કોઈપણને નુકસાન પહોંચાડે છે તેને સ્ટેડિયમની બહાર રાખવાનું કહેવામાં આવ્યું હતું.

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાની મનાઈ છે....?

Fact Check By: Yogesh Karia

Result: False