વર્ષ 2019 માં કલકત્તા ખાતે યોજાયેલી રેલીના જૂના ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટીની જનમેદનીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં લેફ્ટની રેલી દરમિયાન એકઠા થયેલા લાખો લોકોની ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ ફોટોને પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી લેફ્ટની રેલી સાથે કોઈ જ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kaushik Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 1 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં લેફ્ટની જબરજસ્ત લાખો લોકોની ભીડવાળી સભાને સવર્ણ હિંદુ મીડિયાએ કોઈ કવરેજ ના આપ્યું. મીડિયાવાળા ફક્ત રૂપિયા નહિ, પણ આઇડીઓલોજી જોઈને ખબર છાપે છે. હવે તમે જ વિચારો કે આ નીચ સવર્ણ હિંદુ મીડિયા #AAP ને કેમ પ્રમોટ કરે છે? કોઈ નિષ્પક્ષ નથી. દરેકનો એક પક્ષ છે, આઇડીઓલોજી છે. – કૌશિક શરૂઆત. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં લેફ્ટની રેલી દરમિયાન એકઠા થયેલા લાખો લોકોની ભીડના છે.

screenshot-www.facebook.com-2021.03.02-13_42_06.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને peoplesdemocracy.in નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 10 ફેબ્રુઆરી, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 3 ફેબ્રુઆરી, 2019 ના રોજ કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે લેફ્ટ એટલે કે સીપીઆઈની રેલી યોજાઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી તેનો આ ફોટો છે.

screenshot-peoplesdemocracy.in-2021.03.02-14_02_12.png

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ ઉપરોક્ત માહિતી સાથે મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. alamy.com | prokerala.com

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને indianexpress.com દ્વારા 23 માર્ચ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, માલદા ખાતે રાહુલ ગાંધીની રેલી યોજાઈ હતી તેનો આ ફોટો છે.

screenshot-indianexpress.com-2021.03.02-14_14_52.png

Archive

આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. nationalheraldindia.com

અમારી વધુ તપાસમાં અમને India Today ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 28 ફેબ્રુઆરી, 2021 ના રોજ કલકત્તા ખાતે લેફ્ટ-કોંગ્રેસ અને ઈન્ડિયન સેક્યુલર ફ્રંટની યોજાયેલી રેલીના ફોટો પ્રાપ્ત થયા હતા. આ ફોટો પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટોથી અલગ હતા.

Archive 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ ફોટોને પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી લેફ્ટની રેલી સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:વર્ષ 2019 માં કલકત્તા ખાતે યોજાયેલી રેલીના જૂના ફોટો ખોટી માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False