
નવા અમલમાં મુકાયેલા ખેડૂત બિલ સામે દેશવ્યાપી ચાલી રહેલા ખેડૂતોના વિરોધને લગતી ખોટી માહિતીથી સોશિયલ મિડિયા છલકાઇ ગયું છે. રિલાયન્સ જિઓના લોગોવાળા ખાદ્ય અનાજની બોરીઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “રિલાયન્સ જિઓનો ખેતી ઉદ્યોગમાં પ્રવેશ બોરીઓ પણ છાપવામાં આવી છે.”
તેમજ ઘણાં સોશિયલ મિડિયા યુઝર્સે આરોપ લગાવ્યો છે કે રિલાયન્સના માલિક મુકેશ અંબાણી જેવા ઉદ્યોગકારોને ફાયદો પહોંચાડવા માટે આ ત્રણ વિવાદિત ફાર્મ કાયદા રજૂ કરવામાં આવ્યા છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, રિલાયન્સ જીઓ દ્વારા ખેતી કરવામાં નથી આવતી કે રિલાઈન્સની કોઈ પણ કંપની કોન્ટ્રાક્ટ ફાર્મિગ સાથે સંકળાયેલી નથી. જિઓના લોગોવાળા કોથળા સ્થાનિક ફેક્ટરીઓમાં ઉત્પન્ન થાય છે અને રિલાયન્સ જિયો સાથે તેનો કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ramesh Garva Journalist નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રિલાયન્સ જિઓનો ખેતી ઉદ્યોગમાં પ્રવેશ બોરીઓ પણ છાપવામાં આવી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઘણી ખરીદી વેબસાઇટમાં વેપારીઓની સૂચિ મળી જેઓ જીઓ લખેલી બોરીઓમાં અનાજ વેચે છે જેમની પર આશિષ ટ્રેડર્સ જોવા મળેલુ અને લખેલુ હતુ કે, “જિઓ બેસ્ટ શારબતી ગેહુ” હતુ.

“જિઓ બેગ, બોરીઓ” ના કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યું હતુ કે, આ બેગ ગુજરાતમાં આવેલા શ્રી સોમનાથ પેકેજિંગ દ્વારા વહેચવામાં આવી રહી છે. જેની પ્રત્યેક બોરીની કિંમત રૂ. 7 રાખવામાં આવી છે. જે ઈન્ડિયામાર્ટ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
અમે રિલાયન્સ જિઓની વેબસાઇટ પર ઉપલબ્ધ ઉત્પાદનોની પણ શોધ શરૂ કરી હતી પરંતુ અમને રિલાયન્સ ખાદ્ય અનાજ શોધવા માટે અસમર્થ છીએ. અમને આ અંગે કોઈ સંબંધિત સમાચાર અહેવાલ અથવા તે જ વિષયવસ્તુ મળી શક્યાં ન હતા.
ફેક્ટ ક્રેસેન્ડોએ રિલાયન્સ જિઓના પ્રવક્તાનો સંપર્ક સાધ્યો, જેમણે અમને જણાવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી બોરીઓની ફોટો સાથે રિલાયન્સ જિઓને કોઈ લેવા-દેવા નથી. તે રિલાયન્સનું ઉત્પાદન નથી.”
જુબા કોર્પ પર શોધ્યા પછી અમને અનેક એગ્રો આધારિત કંપનીઓ મળી જેમાં તેના નામ પર જિઓ નામ હતું, જેમ કે ‘શ્રી જિઓ એગ્રો ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘જિઓ ફ્રેશ’ મહારાષ્ટ્રની બહાર સ્થિત છે.
તેમજ હાલમાં પંજાબમાં જીઓ ટાવરને થઈ રહેલા નુકશાનને લઈ પહેલીવાર જીઓ દ્વારા સફાઈ આપવામાં આવી હતી કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રિલાયન્સ રિટેલ લિમિટેડ (આરઆરએલ), રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડ (આરજેઆઈએલ) અને રિલાયન્સ સાથે સંકળાયેલી અન્ય કોઈ કંપની કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટની ખેતી કરતું નથી અને કરવા માંગતી નથી કે ભવિષ્યમાં કંપનીની આ વ્યવસાયમાં પ્રવેશ કરવાની કોઈ યોજના નથી.” ભાસ્કર.કોમ દ્વારા આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રિલાયન્સ જીઓ દ્વારા ખેતી કરવામાં નથી આવતી કે રિલાઈન્સની કોઈ પણ કંપની કોન્ટ્રાક્ટ ફાર્મિગ સાથે સંકળાયેલી નથી. જિઓના લોગોવાળા કોથળા સ્થાનિક ફેક્ટરીઓમાં ઉત્પન્ન થાય છે અને રિલાયન્સ જિયો સાથે તેનો કોઈ સંબંધ નથી.

Title:શું ખરેખર રિલાયન્સ જીઓ દ્વારા અનાજનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
