રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Partly False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎SK Karia નામના ફેસબુક યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાહ રાહુલ ભૈ!! હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો હી નહીં દેશ કો બદલ શકતા હૈ… વાહ વાહ😊 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો હી નહીં દેશ કો બદલ શકતા હૈ. આ પોસ્ટને 165 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 77 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. 1600 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ વીડિયોને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો હી નહીં દેશ કો બદલ શકતા હૈ. એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યાંથી બોલી રહ્યા છે એ પોડિયમ પર યુવા આક્રોશ રેલી અને 28 જાન્યુઆરી લખેલું છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2020.02.02-00_26_37.png

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને Yuva Aakrosh Rally સર્ચ કરતાં અમને 28 જાન્યુઆરી, 2020 ના રોજ Indian National Congress દ્વારા તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા રાજસ્થાનના જયપુરમાં યુવા આક્રોશ રેલીમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું. જેમાં 2.34 મિનિટ પર રાહુલ ગાંધી એવું કહે છે કે, “પૂરા દેશ ઔર પૂરી દુનિયા ઈસ બાત કો માન કે ચલતી હૈ કિ હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો નહીં, દેશ કો બદલ શકતા હૈ, દુનિયા કો બદલ શકતા હૈ, સોરી. દેશ કો નહીં દુનિયા કો બદલ શકતા હૈ” જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત વીડિયો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી “દુનિયા કો બદલ શકતા હૈ, સોરી. દેશ કો નહીં દુનિયા કો બદલ શકતા હૈ” બોલે છે એ ભાગને કટ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા પોતાના દ્વારા થયેલી ભૂલને તરત જ સુધારી દેવામાં આવી હતી. પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પૂરા વીડિયોનો એક ભાગ જ છે જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા અધૂરા વાયરલ વીડિયો તેમજ પૂરા વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી દ્વારા બોલવામાં ભૂલ થઈ હતી પરંતુ તરત જ તેઓ પોતાની ભૂલ સુધારીને માફી માંગીને કહે છે કે, “સોરી, દેશકો નહીં દુનિયા કો બદલ શકતા હૈ.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી દ્વારા બોલવામાં ભૂલ થઈ હતી પરંતુ તરત જ તેઓ પોતાની ભૂલ સુધારીને માફી માંગીને કહે છે કે, “સોરી, દેશકો નહીં દુનિયા કો બદલ શકતા હૈ.”

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Partly False