શું ખરેખર LIC વહેચવા કાઢતા યુવાને આપઘાત કર્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Ashok Gamit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નરેન્દ્ર મોદી એ LIC વેંચવાનો નિર્ણય કરતા સુરત માં કર્મચારી નો લાઈવ આપઘાત.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોદી સરકારે LIC વહેચવા કાઢી તેથી LICના કર્મચારીએ આપઘાત કર્યો.”

FACEBOOK | ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 8 જાન્યુઆરી 2020ના DT Next દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વિડિયોમાં દેખાઈ રહેલી વ્યક્તિનું નામ પી,શક્તિ છે. જે મદુરૈના સૈન્ય કર્મચારી છે. આ ઘટના પહેલા શક્તિની પત્ની તબિશા દ્વારા દહેજ ન આપી શક્તા તેણે ઝેર ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે બાદમાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. જે તપાસ સબંધિત પૂછપરછ અંગે પોતાના સબંધીઓ સાથે શક્તિ જ્યારે કલેક્ટર ઓફિસે પહોચ્યા ત્યારે પોલીસ કાર્યવાહીના ડરે શક્તિએ આત્મહ્ત્યાનો પ્રયાસ કર્યો હતો. 

DT NEXT | ARCHIVE

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, દહેજને લઈ પરિવારમાં વિવાદ હતો. રાજસ્થાનમાં તૈનાત 25 વર્ષિય સેનાના જવાન પી મુથુ(DT Next માં તેનું નામ પી.શક્તિ જણાવવામાં આવ્યુ છે.)ને તેની પત્નીના મૃત્યુ બાદ રાજસ્વ વિભાગીય અધિકારી (આરડીઓ) સામે રજૂ કરવામાં આવ્યો હતો. મુથુએ સાડા ત્રણ વર્ષ મહિના પહેલા ડિંડીગુલ જિલ્લાના નીલાકોટ્ટઈમાં થી તનીષા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઝેર ખાઈ લેતા પ્રાથમિક સારવાર માટે એક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 6 જાન્યુઆરીના તનીષાનાને જી.આર.એચ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ થયુ હતુ. 174 –સીઆરપીસી હેઠળ નીલાકોટ્ટઈ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો અને એક આરડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. મુથુ આરડીઓ કાર્યાલયની બહાર આવ્યો ત્યારે સીધો ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. જેના સબંધીઓએ તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેના હાથ લાઈવ ટર્મિનલને અડતા ઈલેક્ટ્રિક શોક લાગતા તે પડી ગયો હતો.

TIMES OF INDIA | ARCHIVE

7  જાન્યુઆરી 2020ના દિનમલર નામના એક અધિકારી તામિલ યુટ્યુબ ચેનલમમાં આ વિડિયોને શેર કરતા લખે છે કે, “સેનાના આદમી દ્વારા આત્મહત્યાના પ્રયાસ મદુરૈ, દિનમલર”

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તામિલનાડુની મદુરૈમાં સેનાના એક વ્યક્તિએ આત્મહત્યાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરતમાં LICના અધિકારીએ આત્મહત્યા કરી હોવાની તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર LIC વહેચવા કાઢતા યુવાને આપઘાત કર્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False