શું ખરેખર તાલિબાન દ્વારા NATOની ઓફિસની તોડફોડ કરી હતી...? જાણો શું છે સત્ય....
સમગ્ર દુનિયાની નજર હાલમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી ઉથલ-પાથલ છે. આ વચ્ચે હાલમાં એખ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કચરાની પેટીમાં તુટેલા કોમ્પ્યુટર અને અન્ય ડોક્યુમેન્ટ પણ જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાન દ્વારા નોટાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. તાલિબાન દ્વારા નાટોની ઓફિસમાં તોડફોડ કરવામાં નથી આવી પરંતુ નાટો દ્વારા જ માહિતીના તમામ ઉપકરણોનો નાશ કરવામાં આવ્યો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Online Patrakar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાલિબાન દ્વારા નોટાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Storyful News દ્વારા પ્રસારિત આ જ વિડિયોમાં જોવા મળતા વિઝ્યુલ જોવા મળ્યા હતા. અને માહિતી આપવામાં આવી હતી કે, “તાલિબાન કાબુલ પર કબ્જો કરે તે પહેલા જ નાટોની ઓફિસમાં તમામ માહિતી
તેમજ ન્યુઝ.કોમ.એયુ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “આતંકવાદીઓને ધમકી આપવાનો મોકો અમે નહીં આપીએ, કાબુલ પર કબજો કરવાની શરૂઆત થતા આ તમામ કોમ્પ્યુટર અને તમામ પુરાવાઓને તોડી અને નષ્ટ કરવામાં આવ્યા હતા. હાલ 18000થી વધુ લોકો કાબુલ એરપોર્ટ પર જમા થયેલા છે. બ્રિટન અને અમેરિકા દ્વારા તાલિબાનને વિનંતી કરવામાં આવી છે, જે લોકો દેશ છોડવા માંગતા હોય તેવા તમામ વિદેશી અને અફઘાનના નાગરિકોને સલામત રીતે બહાર જવાનો રસ્તો આપવામાં આવે.”
News. Yahoo દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. તાલિબાન દ્વારા નાટોની ઓફિસમાં તોડફોડ કરવામાં નથી આવી પરંતુ નાટો દ્વારા જ માહિતીના તમામ ઉપકરણોનો નાશ કરવામાં આવ્યો હતો.
Title:શું ખરેખર તાલિબાન દ્વારા NATOની ઓફિસની તોડફોડ કરી હતી...?
Fact Check By: Yogesh KariaResult: False