
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના અધૂરા વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
રામજી બાપા નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોદીજી નું ટુંકુ ને ટચ ભાષણ . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Bharatiya Janata Party ના સત્તાવાર યુટ્યુબ પર અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના બોકાખાટ ભાષણ આફ્યું હતું તેનો આ વીડિયો છે. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયોમાં 35.18 મિનિટ પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે, “गरीब को सिर्फ सपने दिखाओ, जूठ बोलो, उसे आपस मे लडाओ और राज करो, यही कोंग्रेस का हंमेशा से सत्ता मे रहने का फोर्मुला रहा है.”
જેનું ગુજરાતી ભાષાંતર એવું થાય કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો, કોંગ્રેસની સત્તામાં રહેવા માટેની આજ નીતિ રહી છે.”
નીચે તમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધૂરા વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથે હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના અધૂરા વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”…?
Fact Check By: Vikas VyasResult: False
