શું ખરેખર ગુજરાતમાં ખેડૂતે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મરેલા દીપડા પાસે બેઠેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ખેડૂતે તેની પત્ની અને દીકરીને બચાવવા માટે દીપડાને ગળું દબાવીને પતાવી દીધો. ગુજરાતમાં ખેડૂતને જંગલી પ્રણીઓ મારે નહીં એ સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઘટના ગુજરાતમાં નહીં પરંતુ કર્ણાટકમાં બની છે. આ ઘટનાને ગુજરાત સાતે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ભ્રામક માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
માધા ઓધા પોટલી નામના ફેસબુક યુઝર દ્વારા 10 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, #ગુજરાતસરકાર_ઘટના_જે_હૌયતે_હવે_એક_પણ_ખેડૂત ને જંગલ ના પ્રાણીઓ ન મારે ધ્યાનમાં લેજો પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, ગળું દબાવી દીપડાને પતાવી દીધો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ખેડૂતે તેની પત્ની અને દીકરીને બચાવવા માટે દીપડાને ગળું દબાવીને પતાવી દીધો.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને gujarati.news18.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 4 માર્ચ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કર્ણાટકના હસન જિલ્લામાં રાજગોપાલ નાઈક નામનો વ્યક્તિ મોટર સાયકલ પર પોતાના પરિવાર સાથે જતો હતો ત્યારે તેમના પર અચાનક જ દીપડાએ પાછળતી હુમલો કર્યો હતો. પોતાના પરિવારના સભ્યોને દીપડાના હુમલાથી બચાવવા માટે રાજગોપાલે દીપડા સાથે બાથ ભીડી હતી અને તેનું ગળું એટલું જોરથી દબાવ્યું હતું કે થોડાક જ સમયમાં દીપડાનું મોત થયું હતું.
આજ વીડિયો માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujaratmirror.in | m.dailyhunt.in | news24gujarati.com | iamgujarat.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતમાંબનેલી ઘટનાનો નહીં પરંતુ કર્ણાટકના હસન જિલ્લામાં બનેલી ઘટનાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે ઘટના બની છે એ ઘટના ગુજરાતમાં નહીં પરંતુ કર્ણાટકના હસન જિલ્લામાં બનેલી હતી. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી.
Title:શું ખરેખર ગુજરાતમાં ખેડૂતે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો...?
Fact Check By: Vikas VyasResult: False