શું ખરેખર ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલુ કાશીરાજ કાલી મંદિર છે.....? જાણો શું છે સત્ય....
ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મંદિરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અલગ-અલગ પ્રકારની મુર્તિઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલુ આ કાશીરામ કાલી મંદિર છે.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઉપરોક્ત મુર્તિએ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલા મંદિરમાં નથી, પરંતુ થાઈલેન્ડના પટાયા શહેરમાં આવેલા એક મ્યુઝિમની અંદરની મુર્તિ છે.
ફેસબુક પર પણ આ પોસ્ટ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જૂદા-જૂદા સમયે યુઝર દ્વારા તેને વાયરલ કરવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઘણા આ તસ્વીર Istockphoto પર આ ઈમેજ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ધ સેન્ચુઅરી ઓફ ધ તુર્થ” મ્યુઝિયમનો ફોટો છે. જે થાઈલેન્ડના પટાયા શહેરમાં આવેલુ છે. જે તમે નીચે જોઈ શકો છો.
TripAdvisor નામની વેબસાઈટ પર પણ આ અંગેની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમુક ટુરિસ્ટ દ્વારા પણ આ મ્યુઝિમની મુલાકાત દરમિયાનના વિડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ગૂગલ સ્ટ્રિટ વ્યુમાં પણ આ મ્યુઝિમને જોઈ શકાય છે. જેમાં વાયરલ પોસ્ટમાં જોવા મળતી મુર્તિઓ જોવા મળી રહી છે. જે તમે નીચે જોઈ શકો છો.
‘The Sanctuary of Truth’એ પરંપરાગત કારીગરીને જીવંત રાખવાના હેતુથી થાઇલેન્ડના કરોડપતિ દ્વારા બાંધવામાં આવેલું મ્યુઝિયમ છે. એક જ ધર્મ સાથે જોડાયેલા ન રહીને કલા, સંસ્કૃતિ અને આસ્થા માટેના પ્રશંસા સ્થળ તરીકે કાર્ય કરવાનું કામ આ મ્યુઝિયમ દ્વારા કરવામાં આવ્યું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત મુર્તિએ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલા મંદિરમાં નથી, પરંતુ થાઈલેન્ડના પટાયા શહેરમાં આવેલા એક મ્યુઝિમની અંદરની મુર્તિ છે.
Title:શું ખરેખર ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલુ કાશીરાજ કાલી મંદિર છે.....?
Fact Check By: Yogesh KariaResult: False