શું ખરેખર મનમોહન સિંઘની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો ફોટો છે...? જાણો શું છે સત્ય....
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સોશિયલ મિડિયામાં પૂર્વ વડાપ્રદાન મનમોહન સિંઘની તેમજ સોનિયા ગાંધીની ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો મનમોહનસિંઘ જ્યારે વડાપ્રધાન હતા ત્યાર તેમની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની બાંગ્લાદેશની મુલાકાત દરમિયાનનો નહિં પરંતુ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હશીના દ્વારા વર્ષ 2019માં ભારતની મુલાકાત દરમિયાનનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
पंचाल अल्पेश નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2021ના Gujarat Thoughts નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો મનમોહનસિંઘ જ્યારે વડાપ્રધાન હતા ત્યાર તેમની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને NDTVનો 6 ઓક્ટોબર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હશીના કોંગ્રેસના નેતાઓને દિલ્હીમાં મળ્યા હતા. જેમાં પોસ્ટ સાથે વાયરલ થઈ રહેલો ફોટો જોવા મળી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આઉટલૂકમાં પણ આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, "કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને પાર્ટીના નેતાઓ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યા"
તેમજ ANI દ્વારા પણ આ મિટિંગ અંગે માહિતી આપવામાં આવી હતી અને આ મિટિંગના ફોટો શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વર્ષ 2014 થી વર્ષ 2019 સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહ્યા હતા. તેમજ 2019ની ચૂંટણીમાં પણ તેઓ ફરી બહુમતી સાથે વડાપ્રધાન બન્યા હતા. જ્યારે મનમોહનસિંધ વર્ષ 2004 થી 2014 સુધી વડાપ્રધાન રહ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની બાંગ્લાદેશની મુલાકાત દરમિયાનનો નહિં પરંતુ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હશીના દ્વારા વર્ષ 2019માં ભારતની મુલાકાત દરમિયાનનો છે.
Title:શું ખરેખર મનમોહન સિંઘની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો ફોટો છે...?
Fact Check By: Yogesh KariaResult: False