શું ખરેખર બ્રાઝિલ સરકાર દ્વારા ત્યાંના ભ્રષ્ટ કર્મચારીઓ અને રાજનેતાઓ પાસેથી જપ્ત કરેલા 4 અરબ ડોલરનો છે આ વીડિયો…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Ds Patel‎  નામના ફેસબુક યુઝર દ્વારા 6 સપ્ટેમ્બર,2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ये कोई इमारत नहीं है ये तो ब्राजील सरकार द्वारा अपने भ्रष्ट राजनेताओं और सरकारी कर्मचारियों से बरामद किये गये 4 अरब डाॅलर हैं।जिनको सार्वजनिक जगह पर आम जनता के प्रदर्शन के लिये रखा गया है। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં દેખાતા 4 અરબ ડોલર રુપિયાની નોટોના બંડલ બ્રાઝિલ સરકાર દ્વારા તેના ભ્રષ્ટ રાજનેતાઓ અને સરકારી કર્મચારીઓના જપ્ત કરેલા છે. જે સાર્વજનિક લોકોને જોવા માટે પ્રદર્શન તરીકે મૂકવામાં આવ્યા છે. આ પોસ્ટને 10 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3484 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.07-14_34_39.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તેથી સૌ-પ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.09.07-15_00_01.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગુગલનો સહારો લઈ ब्राजील सरकार द्वारा अपने भ्रष्ट राजनेताओं और सरकारी कर्मचारियों से बरामद किये गये 4 अरब डॉलर સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.09.07-15_05_50.png

Archive

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારી જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ઈન્ડિયા ટુડે દ્વારા આ જ વીડિયોની સત્યતા ચેક કરેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવું લખેલું હતું કે, બ્રાઝિલમાં ફેડરલ પોલીસ દ્વારા વર્ષ 2014 માં ‘ઓપરેશન લાવા જાટો અને ઓપરેશન કાર વોશ’ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન રાજ્યની માલિકીની તેલ કંપની અને ટોચના ઉદ્યોગપતિઓ વિરુદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 4 બિલિયન ડોલર જપ્ત કરવામાં આવ્યા હતા અને 150 થી વધુ લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ભ્રષ્ટાચારને લઈ બ્રાઝિલમાં પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વધુમાં અમને જાણવા મળ્યું કે, ‘ઓપરેશન લાવા જાટો અને ઓપરેશન કાર વોશ’ પર બ્રાઝિલમાં એક ફિલ્મ બની હતી. જેનું નામ ‘Federal Police, The Law In For Everyone’ હતું. આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ફિલ્મના ડાયરેક્ટર અને ડિસ્ટ્રીબ્યૂટર દ્વારા બ્રાઝિલના ક્યૂરિટીબા સીટી સેન્ટર પર નોટોના આ પહાડને 2 સપ્ટેમ્બર, 2017 ના રોજ પ્રતિકાત્મક રૂપે લેકોના પ્રદર્શન માટે રાખવામાં આવ્યા હતા. આ વીડિયોમાં જે નોટો દેખાઈ રહી છે તે નકલી છે. 

અમારી વધુ તપાસમાં અમે બ્રાઝિલમાં કઈ ભાષા બોલાય છે તે શોધવાની કોશિશ કરી તો અમને માલૂમ પડ્યું કે, બ્રાઝિલમાં પોર્ટુગિઝ ભાષા બોલાય છે. ત્યાર બાદ અમે Federal Police, The Law In For Everyone ફિલ્મના નામને પોર્ટુગિઝ ભાષામાં ટ્રાન્સ્લેટ કરતાં અમને polícia federal a lei para todos પરિણામ મળ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.google.com-2019.09.07-17_16_15.png

ત્યાર બાદ અમે polícia federal a lei para todos os filmes ને યુટ્યુબમાં સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.09.07-17_19_38.png

Archive

ઉપરના પરિણામોમાં અમને ABnews News & Entertainment દ્વારા 31 ઓગષ્ટ, 2017 ના રોજ એક વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેનું ભાષાંતર કરતાં અમને જાણવા મળ્યું હતું કે, આ વીડિયોમાં દેખાતા રુપિયા ખોટા છે અને તે એક ફિલ્મના શુટિંગ માટે તૈયાર કરવામાં આવેલો રૂપિયાનો પહાડ છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.youtube.com-2019.09.07-16_36_45.png

Archive

ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એક ફિલ્મના શૂટિંગ માટે તૈયાર કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એ Federal Police, The Law In For Everyone ફિલ્મના શૂટિંગનો એક ભાગ છે.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર બ્રાઝિલ સરકાર દ્વારા ત્યાંના ભ્રષ્ટ કર્મચારીઓ અને રાજનેતાઓ પાસેથી જપ્ત કરેલા 4 અરબ ડોલરનો છે આ વીડિયો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False