શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ફોટો હિઝબુલના ટોચના કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈની ફોટો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ઉત્તર કાશ્મીરના હંદવાડામાં મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ હિઝબુલના સૌથી જૂના અને ટોચનાં કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદનું એન્કાઉન્ટર કર્યુ હતુ, ભારતીય સુરક્ષા દળો લાંબા સમયથી મેહરાજુદ્દીન હલવાઈની શોધમાં હતા. મેહરાજુદ્દીન 2012 થી ઉત્તર કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં, સુરક્ષા દળોની મોસ્ટ વોન્ટેડ યાદીમાં તે ચોથા ક્રમે હતો. જ્યાર થી આ સમાચાર બહાર આવ્યા છે ત્યારથી જ દરેક ભારતીય સુરક્ષા દળોની આ સફળતાની પ્રશંસા કરી રહ્યા છે.

આ સાથે જ સોશિયલ મિડિયા પર હાથમાં બંદૂક ધરાવતા એક વ્યક્તિની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં જોવામાં આવેલ વ્યક્તિ મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદ છે, જે હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવા આવેલી ફોટો મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદની નથી. આ ફોટો સીરિયન આતંકી ઓમર હુસેનનો છે. જેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટોમાં જોવામાં આવેલ વ્યક્તિ મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદ છે, જે હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઇમ્સ ઓફ ઇઝરાઇલની વેબસાઇટ પરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 16 સપ્ટેમ્બર 2015ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, ફોટામાં જોવામાં આવેલ વ્યક્તિ હિઝબુલ કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદ નથી, પરંતુ ઓમર હુસેન છે, જે ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલ આતંકી છે. અમેરિકન વેબસાઇટ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા પણ આ તસવીર પ્રકાશિત કરી હતી, જેમાં આ વ્યક્તિને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી ઓમર હુસેન ગણાવ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયલ | સંગ્રહ

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને બીબીસીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે સપ્ટેમ્બર 2015માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, ઓમર હુસેન બ્રિટનનો રહેવાસી હતો. તે ત્યાંના સુપર માર્કેટમાં વોચમેન તરીકે કામ કરતો હતો અને સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. ઓમર હુસેન સોશિયલ મિડિયા દ્વારા જેહાદને પ્રોત્સાહન આપતો હતો અને તે ઇસ્લામિક સ્ટેટનો મોટો સમર્થક હતો. તેથી, સિરિયા અને ઇરાકમાં આતંકવાદી સંગઠનોમાં જોડાનારા 700 લોકોમાં તેમની ઇસ્લામિક સ્ટેટ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ તેને સિરિયા લઈ જવામાં આવ્યો અને ત્યાંના આતંકી સંગઠન સાથે જોડાયો.

BBC | ARCHIVE

તેમજ વધુ શોધ કરતા અમને ઓમર હુસેનનાં મૃત્યુથી સંબંધિત અનેક મીડિયા અહેવાલો આવ્યા. અમને અમેરિકન વેબસાઇટ એક્સપ્રેસનો એક અહેવાલ મળ્યો. જે 22 ઓક્ટોબર 2017 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અહેવાલમાં અપાયેલી માહિતી અનુસાર, ઓમર હુસેનને 49 દિવસ સુધી સિરિયામાં એક ટોર્ચર સેલમાં રાખવામાં આવ્યા પછી તેની હત્યા કરવામાં આવી હતી. તેનું નામ સિરિયન શહેર રક્કામાં ઇસ્લામિક સ્ટેટની કેંપની દિવાલ પર પણ લખેલું જોવા મળ્યું હતું. તેમજ વર્ષ 2018માં પ્રકાશિત બીબીસીના એક અહેવાલ મુજબ, ઓમર હુસેનને સિરિયામાં એન્કાઉન્ટર બાદ મૃત માનવામાં આવ્યો હતો.

જો કે, કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકી મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદની કોઈ તસવીર મિડિયામાં હાજર નથી. જલદી અમને તેનું ચિત્ર મળતા આર્ટીકલને અપડેટ કરવામાં આવશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવા આવેલી ફોટો મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદની નથી. આ ફોટો સીરિયન આતંકી ઓમર હુસેનનો છે. જેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ફોટો હિઝબુલના ટોચના કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈની ફોટો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False