
Girirrajsinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમુલ દુધ મા કેવી રીતે મિલાવટ કરે છે તે જોવો પ્રજા ના આરોગ્ય સાથે ચેડા દુધ લેતાં પેહલા આપણા બાળકો નું વિચારો હવે તો જાગો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમુલ દુધમાં મિલાવટ કરવામાં આવે છે. અને ગરમ કરવાથી પ્લાસ્ટિક નીકળે છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ ઘટના બની હોય તો અમુલનું ખૂબ જ મોટુ નામ છે. અને તમામ મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય. તેથી અમે ગૂગલ પર “અમુલ દુધમાં મિલાવટ થતો હોવાનો વિડિયો વાયરલ” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામમાં અમને ક્યાંય પણ પોસ્ટ અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહીને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમુલના એમ.ડી આર.એસ.સોઢીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની કોઈ ફરિયાદ તેમની પાસે આવી નથી. કોઈ આવરા તત્વો દ્વારા આ પ્રકારે ખોટો વિડિયો બનાવી વાયરલ કરવામાં આવતો હોય છે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદન ખોટો છે. આ પ્રકારે કોઈ મિશ્રિણ અમુલ દ્વારા કરવામાં આવતુ હોવાનું સાબિત થતુ નથી. તેમજ અમુલના એમડી દ્વારા પણ આ અંગે કોઈ ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદન ખોટો છે. આ પ્રકારે કોઈ મિશ્રિણ અમુલ દ્વારા કરવામાં આવતુ હોવાનું સાબિત થતુ નથી. તેમજ અમુલના એમડી દ્વારા પણ આ અંગે કોઈ ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યુ હતુ.

Title:શું ખરેખર અમુલ દુધ ગરમ કરવાથી પ્લાસ્ટિક નીકળી રહ્યુ છે….? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
