શું ખરેખર માર્કેટમાં આ પ્રકારનું હેલ્મેટ હાલમાં મુકવામાં આવ્યુ…?જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

S Majethia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. માર્કેટ માં નવું હેલ્મેટ આવ્યુ જેની કિંમત 2199/- જેમા આજની બધી જ સિસ્ટમ છે વિડિઓ જુવો અને સાંભલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 51 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે “માર્કેટમાં આ પ્રકારનું હેલ્મેટ હાલમાં લોન્ચ કરવામાં આવ્યુ જેની કિંમત 2199 રૂપિયા છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અન ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ પ્રકારનું હેલ્મેટ સ્ટીલબર્ડ કંપની દ્વારા વર્ષ 2018માં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. Steelbird Excellence Awards 2018 દરમિયાન આ કંપનીના એમડી રાજીવ કપુર દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યુ હતુ. જે 2018નો વિડિયો આપ નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે સ્ટીલબર્ડ કંપની પર જઈ અને આ પ્રકારના હેલ્મેટની પ્રાઈસ જાણવા પ્રયત્ન કર્યો હતો અને અમને જાણવા મળ્ચુ હતુ કે. જે હેલ્મેટની વિડિયોમાં વાત કરવામાં આવી રહી છે. તે સ્ટીલબર્ડ કંપની દ્વારા 3000થી વધુ રૂપિયામાં વેચવામાં આવી રહ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

WEBSITE | ARCHIVE

જો કે, અમારી પડતાલને વધુ મજબુત કરવા અમે અમદાવાદની બજારમાં આ પ્રકારની હેલ્મેટની કિંમત પૂછતા અમને 3500 રૂપિયાથી આ પ્રકારની હેલ્મેટ વહેચાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ હતું. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. સ્ટીલબર્ડ કંપની દ્વારા વર્ષ 2018માં આ પ્રકારનું હેલ્મેટ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. જે વર્ષ 2018થી માર્કેટમાં ઉપલબ્ધ છે. તેમજ હાલમાં આ પ્રકારના હેલ્મેટની કિંમત 3000રૂપિયાથી વધારે છે.

Avatar

Title:શું ખરેખર માર્કેટમાં આ પ્રકારનું હેલ્મેટ હાલમાં મુકવામાં આવ્યુ…?જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False