
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જેમાં કિસાનો દ્વારા “ગલી ગલી મે શોર હૈ, ભારતમાતા ચોર હૈ” ની નારેબાજી કરવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલી પ્રો-ખાલિસ્તાન રેલીનો છે જેને તાજેતરના કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Laljibhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જો કિસાન આંદોલન માં સાચા કિસાન ક્યારે મારી ભારત માતા ને ચોર ના કે.આ આંદોલન ને સુ સમજવું..???. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જેમાં કિસાનો દ્વારા “ગલી ગલી મે શોર હૈ, ભારતમાતા ચોર હૈ” ની નારેબાજી કરવામાં આવી હતી.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Rohit Sardana Fans Club દ્વારા ફેસબુક પર 11 જુલાઈ, 2018 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ખાલિસ્તાનીઓ દ્વારા “ગલી ગલી મે શોર હૈ, ભારતમાતા ચોર હૈ” ની નારેબાજી કરવામાં આવી રહી છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો 12 જૂન, 2018 ના રોજ Hardeep Singh Khalsa દ્વારા પણ ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગલી ગલી મે શોર હૈ, ભારતમાતા ચોર હૈ. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને તેમની ટીશર્ટ પર ‘MARCH FOR FREEDOM, SAN FRANCISCO’ લખેલું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
ઉપરોક્ત વીડિયોમાં PROPER HOTEL નામની એક ઇમારત જોઈ શકાય છે. ગૂગલ પર આ હોટલ વિશે સર્ચ કરતાં અમને જાણવા મળ્યું હતું કે, PROPER HOTEL અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં આવેલી છે. નીચે તમે ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં આ હોટલ અને જે રસ્તા પર વર્ષ 2018 માં રેલી નીકાળવામાં આવી હતી એ જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલી પ્રો-ખાલિસ્તાન રેલીનો છે જેને તાજેતરના કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.

Title:અમેરિકામાં વર્ષ 2018 માં યોજાયેલી પ્રો-ખાલિસ્તાન રેલીનો વીડિયો હાલના ખેડૂત આંદોલનના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
