
આજકાલ ઇન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તમે રસ્તામાં ઘણા વાહનોને ઉભેલા જોઇ શકો છો. વિડિયોમાં કેટલાક લોકો રસ્તા પર નમાઝ અદા કરતા જોવા મળે છે અને તમે બેકગ્રાઉન્ડમાં અઝાનનો અવાજ પણ સાંભળી શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વિડિયો ઈંગ્લેન્ડનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઇંગ્લેન્ડનો નહિં પરંતુ ઇસ્તાંબુલનો છે. ઇંગ્લેન્ડની શેરઓનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavesh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વિડિયો ઈંગ્લેન્ડનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી જોતા તેમાં ઘણી દુકાનો જોઈ શકાય છે. વિડિઓમાં દેખાતી દુકાનોના નામ કાળજીપૂર્વક વાંચ્યા પછી, અમને તેમાંથી એક “ “Şahin Ticaret” નામ લખેલુ જોઈ શકાય છે.
જે ક્લુના આધારે અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઇસ્તાંબુલ, તુર્કી સ્થિત ગૂગલ પર ફોટોમાં દુકાન મળી.
આ પછી, અમે ઉપરની તસવીરમાં આપેલ દુકાનનું સરનામું ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરીને અને તેનો સ્ટ્રીટ વ્યૂ જોયો. અમને વિડિયોમાં દેખાતી તમામ દુકાનો જોવા મળી.
તમે નીચેની તસવીરોમાં વિડિયોમાં દેખાતી તમામ દુકાનો જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઇંગ્લેન્ડનો નહિં પરંતુ ઇસ્તાંબુલનો છે. ઇંગ્લેન્ડની શેરઓનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:ઈસ્તાંબુલની શેરીના નમાજ અદા કરતા વિડિયોને ઈંગ્લેન્ડનો ગણાવવામાં આવી રહ્યો.
Fact Check By: Yogesh KariaResult: False
