શું ખરેખર જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા બાઈક માંથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા…?જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Rathod Nataraj નામના ફેસબુક યુઝર દ્વારા 24 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“लोग कहते है की पुलिस परेशान करने के लिए जान बूझकर गाड़ी रोकती है । अब इसको क्या कहेंगी जनता। पुलिस द्वारा जम्मू कश्मीर में एक कार्यवाही ।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જમ્મુ-કાશ્મીરમાં પોલીસ દ્વારા બાઈકમાંથી આ પ્રકારે હથિયારો જપ્ત કરવામાં આવ્યા.”

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ હતી. સૌ-પ્રથમ અમે આપને જણાવીએ કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં પોલીસે જે ગણવેશ પહેર્યો છે તે પાકિસ્તાનના અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા પહેરવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં પોલીસ અધિકારીઓ દ્વારા આ પ્રકારનો ગણવેશ પહેરવામાં નથી આવતો.

ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પાકિસ્તાનના કોહાટ જિલ્લાની ખૈબર પખ્તુનખ્વા પોલીસે તસ્કરોને રોકી તેની બાઈકની તલાસી લેતા તેમાંથી હથિયાર મળી આવ્યા. જે સમાચારને ઘનક ટીવી રૂસ્તમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

Naqvi information દ્વારા પણ આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જ તમે નીચે જોઈ શકો છો. 

Archive

કોહાત પોલીસના ઓફિસિયલ ફેસબુક પેજ પર પણ તારીખ 17 સપ્ટેમ્બર 2019ના આ વિડિયો મુકવામાં આવ્યો હતો અને તેની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive 

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસે બાઈક માંથી આ પ્રકારે કોઈ હથિયારો નથી પકડ્યા પરંતુ પાકિસ્તાની કોહાટ પોલીસ દ્વારા હથિયાર પકડવામાં આવ્યા છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જમ્મુ-કાશ્મીર પોલીસે બાઈક માંથી આ પ્રકારે કોઈ હથિયારો નથી પકડ્યા પરંતુ પાકિસ્તાની કોહાટ પોલીસ દ્વારા હથિયાર પકડવામાં આવ્યા છે.

Avatar

Title:શું ખરેખર જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા બાઈક માંથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા…?જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •