શું ખરેખર WHO દ્વારા ભારત સરકાર માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે....? જાણો શું છે સત્ય.....
Ashok Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “થેલીમાં મળતુ દુધ પીવાનું બંધ કરો આ દૂધામાં મિલવવામાં આવતા રસાયણોથી જ કેન્સર થાય છે. પ્લીઝ મારી વાત માની જાઓ હજુ સમયા છે, અને શેર કરો...” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા ભારત સરકાર માટે એડવાઈઝરી બહાર પાડી છે જે અનુસાર સમ્રગ દેશની વસ્તીના 87 લોકો 2025 સુધીમાં કેન્સર જેવા જીવલેણ રોગનો શિકાર બની શકે છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “WHO के रिपोर्ट के बारे में भी बताया है,8 सालों में 87% भारतीयों को हो जाएगा कैंसर” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા વર્ષ 2018માં પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા.
ECONOMICSTIMES ENGLISH | ARCHIVE
ECONOMICSTIMES HINDI | ARCHIVE
જો કે, મુખ્ય મુદ્દો એ હતો કે, ખરેખર WHO દ્વારા કોઈ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે કે નહીં. તેથી અમે જૂદા-જૂદા કી-વર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતું કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને WHO દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. જેની પુષ્ટી ધ લલનટોપ દ્વારા કરવામાં આવી હતી. તેમના દ્વારા WHOના અધિકારી સાથે વાત કરવામાં આવી હતી, તેમજ મેઈલથી પણ સમાચારની પૃષ્ટી તેમના દ્વારા કરવામાં આવી હતી. 30 નવેમ્બર 2018ના પ્રસારિત અહેવાલમાં પૃષ્ટી કરવામાં આવી હતી. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
જો કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને FSSAI દ્વારા પણ નકારવામાં આવ્યો હતો. જે સમાચારને ન્યુઝ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વલર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાયઝરીની જે વાત ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવી છે. તેને પણ FSSAIના તે સમયના સીઈઓ પવન અગ્રવાલ દ્વારા નકારી કાઢવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારનો કોઈ રિપોર્ટ WHO દ્વારા આપવામાં આવ્યો નથી. જે સમાચારને પણ ન્યુઝ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ એડવાઈઝરી WHO દ્વારા જાહેર કરવામાં નથી આવી FSSAIના સીઈઓ દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે. લોકોને ભ્રામક કરવાના ઉદેશથી આ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ એડવાઈઝરી WHO દ્વારા જાહેર કરવામાં નથી આવી FSSAIના સીઈઓ દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે. લોકોને ભ્રામક કરવાના ઉદેશથી આ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે.
Title:શું ખરેખર WHO દ્વારા ભારત સરકાર માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે....? જાણો શું છે સત્ય.....
Fact Check By: Yogesh KariaResult: False