શું ખરેખર બદરૂદિન અજમલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

તાજેતરમાં સોશિયલ મિડિયામાં AIUDFના સ્થાપક બદરૂદિન અજમલના નામે એક નિવેદન સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. તેને લઈ સોશિયલ મિડિયામાં ખાસ સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બદરૂદિન અજમલ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, ભવિષ્યમાં ભારત ઈસ્લામિક રાષ્ટ્ર બનશે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, AIUDF ના પ્રમુખના વિડિયો સાથે છેડછાડ કરી તેને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા એ નિવેદન નથી આપવામાં આવ્યુ કે, ભવિષ્યમાં ભારત ઈસ્લામિક રાષ્ટ્ર બનશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હિન્દુ રાજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બદરૂદિન અજમલ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, ભવિષ્યમાં ભારત ઈસ્લામિક રાષ્ટ્ર બનશે.”

FACEBOOK | FB POST ARCHIVE

બદરૂદિનના અજમલનું આ નિવેદન એટલા માટે વાયરલ થઈ રહ્યુ છે કારણ કે, સોશિયલ મિડિયામાં તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે મે નીચે જોઈ શકો છો. 

Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે સોશિયલ મિડિયા વાયરલ થઈ રહેલા વિડિયોને શોધવા પ્રયત્ન કર્યો હતો. અમને યુ ટ્યુબ પર આ વિડિયો 14 એપ્રિલ 2019 અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. આ વિડિયોના  શિર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “બરપેટામાં મૌલાના બદરૂદ્દીન અજમલનું ભાષણ, સાંસદ ચૂંટણી 2019” આ સંપૂર્ણ ભાષણ 21 મિનિટ લાંબું છે, આ 21 મિનિટના વિડિયોમાં અમને 5.50 સેકંડથી 8.15 સેકંડ સુધી વાઇરલ વિવાદાસ્પદ ક્લિપનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ. 

Archive

ઉપરોક્ત વિડિયોમાં બદરૂદિન જણાવી રહ્યા છે કે, “8૦૦ વર્ષ સુધી, મોગલ બાદશાહોએ ભારત પર શાસન કર્યું (5.5૦ થી 5:58) અને તેમણે સ્વપ્ન પણ નથી જોયું કે આ રાષ્ટ્ર ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે [6.૦2 થી 6.05]. જો તેઓ ઇચ્છતા હોત તો ભારતમાં એક પણ હિન્દુ ન હોત. બધાને મુસ્લિમ બનાવવામાં આવ્યા હતા [6:10 થી 6: 15]. પરંતુ શું તેઓ એ તે કર્યું? (ભીડ ચીસો પાડી “ના”). તેઓએ પ્રયત્ન પણ કર્યો ન હતો. તેમની પાસે હિંમત ન હતી. પછી અંગ્રેજોએ 200 વર્ષ શાસન કર્યું. તેમણે ભારતને ખ્રિસ્તી રાજ્ય બનાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. શું તેમની પાસે હિંમત છે? (ભીડ ચીસો પાડી “ના”). દેશની આઝાદી બાદ કોંગ્રેસે 70 માંથી 55 વર્ષ શાસન કર્યું. જવાહરલાલ નહેરુ, શાસ્ત્રી, રાજીવ ગાંધી, મનમોહન સિંઘથી માંડીને નરસિંહ રાવ સુધી – કોંગ્રેસના કોઈ પણ નેતાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આપણે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. પણ મોદીજી, આ તમારૂ આ સપનુ નથી, તમારૂ સ્વપ્ન ફક્ત જૂઠું જ સાબિત થશે.”

વાયરલ વિડિયો ક્લિપ અને મુળ વિડિયો કલિપ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, AIUDF ના પ્રમુખના વિડિયો સાથે છેડછાડ કરી તેને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા એ નિવેદન નથી આપવામાં આવ્યુ કે, ભવિષ્યમાં ભારત ઈસ્લામિક રાષ્ટ્ર બનશે.

Avatar

Title:શું ખરેખર બદરૂદિન અજમલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….?

Fact Check By: Yogesh Karia 

Result: False