શું ખરેખર CIMS હોસ્પિટલ દ્વારા મૃત વ્યક્તિની સારવાર કરવામાં આવી હતી..? જાણો શું છે સત્ય
જુનાગઢના હોય તો આ પેજ લાઈક, ફોલો અને શેર કરો – Junagadh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોઈની સાથે આવુ ના થાય એટલા માટે વધુ માં વધુ શેર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલ આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 20 દિવસ સુધી સીમ્સ હોસ્પિટલ દ્વારા મૃત વ્યક્તિની સારવાર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પ્રથમ તો પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા લખાણમાં આ પેપર કટિંગ ક્યાનું છે. કોના દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે. તેમજ કોઈ તારીખ પણ લખવામાં આવી ન હતી. જે સંદેહ ઉભો કરતી હતી. તેથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર “CIMS hospital do treatment of died paisent for 20 days” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પર થી અમને વર્ષ 2017ના TIMES OF INDIA અને AHEMDABAD MIROR ના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જેમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની જ વાત કરવામાં આવી રહી છે. જે બંને આર્ટીકલમાં હોસ્પિટલનો મત પણ જણાવવામાં આવ્યો છે. જેમાં હોસ્પિટલ આ આરોપોને ખોટા બતાવી રહી છે. જે બંને આર્ટીકલ તમે નીચે વાંચી શકો છો.
ત્યારબાદ અમને VTV ગુજરાતી ન્યુઝ ચેનલનો વર્ષ 2017નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ બંને પક્ષે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પણ હોસ્પિટલના એમડી ડો કેયુર પરીખનું નિવેદન લેવામાં આવ્યુ હતુ. જેઓ દ્વારા આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવામાં આવ્યા હતા. જે સંપૂર્ણ અહેવાલ તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના હાલની નથી, તેમજ હોસ્પિટલ દ્વારા આ સમગ્ર ઘટનાને નકારી કાઢવામાં આવી છે. તેમજ આ અંગે હજુ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જ્યાં સુધી કોર્ટ આ અંગે કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી પોસ્ટમાં કરવામાં આવેલા આક્ષેપો સાબિત થતા નથી.
પરિણામ
ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારની ઘટના વર્ષ 2017માં બની હતી. જો કે, તે સમયે પણ હોસ્પિટલ દ્વારા આ આરોપને ખોટા ઠેરવવામાં આવ્યા હતા અને આ અંગે હજુ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જ્યાં સુધી કોર્ટ કોઈ નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી આ વાત સાબિત થતી નથી.
Title:શું ખરેખર CIMS હોસ્પિટલ દ્વારા મૃત વ્યક્તિની સારવાર કરવામાં આવી હતી..? જાણો શું છે સત્ય
Fact Check By: Yogesh KariaResult: False