શું ખરેખર આ બાળકી તાજેતરમાં તમિલનાડુના ભિખારીઓના ગ્રુપમાં મળી આવી છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “👆This little beautiful girl was seen in Mangalore with a group of Tamil beggars.Please forward until it reaches the right parent and she is identified. She knows her name & says she is Sonal Bipin Patel.
Please post this photo on all your groups.The beggars say she was found in a train coming from Mumbai.May be she can get her life back. 🙏”
લખાણ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બાળકી મેંગ્લોર ખાતે તમિલનાડુના ભિખારીઓના ગ્રુપમાં મળી આવી છે. તેનું નામ સોનલ બિપીનભાઈ પટેલ છે.”

ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

Facebook Post | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજ તેમજ યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. તેથી અમે આ વીડિયોને ધ્યાનથી સાંભળતા એ માલૂમ પડ્યું હતું કે, બાળકી પોતાનું નામ ગુનગુન બતાવી રહી છે. ત્યાર બાદ અમને આજ વીડિયો અલગ અગલ દાવા સાથે જુદા જુદા સમયે ફેસબુક પર શેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં Amit Tiwari નામના એક ફેસબુક યુઝર દ્વારા आप से हाथ जोड़कर प्रार्थना है इस फोटो को एक एक व्यक्ति एवं एक एक ग्रुप में पहुंचा दो ये बच्ची किसकी है कोई पता नही लग पा रहा है और ये बच्ची अभी बरेली थाने में है,,,दया अगर आपके अंदर है तो इसे इगनोर मत करना શીર્ષક સાથે 17 સપ્ટેમ્બર, 2018 ના રોજ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે બરેલી પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને આ ઘટના અંગે વાત કરતાં ફરજ પરના અધિકારી દ્વારા અમને એવું જણાવવામાં આવ્યું હતું કે, “આ પ્રકારની કોઈ જ બાળકી હાલમાં કે આ પહેલાં બરેલી સ્ટેશનમાં લાવવામાં નથી આવી. આ ખોટી માહિતી છે. થોડાક સમય પહેલાં પણ આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.” 

અમારી વધુ તપાસમાં અમને Bollywood Songs નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ બાળકીનો વીડિયો 3 ફેબ્રુઆરી, 2018 ના રોજ વાયરલ થયો હતો. જેમાં આ બાળકી પાકિસ્તાનના લાહોરના લારીહડ્ડીથી મળી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને સોનલ બિપિન પટેલના નામે જુદા જુદા ફોટો અને વીડિયો સાથે જુદા જુદા સમયે ફેસબુક પર માહિતી શેર કરવામાં આવી હોવાનું પ્રાપ્ત થયું હતું. આ તમામ પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

Facebook

આ સમગ્ર સંશોધનના અંતે અમને ગાઝિયાબાદ પોલીસ દ્વારા 30 જાન્યુઆરી, 2018 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી જેમાં એવી સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, વીડિયોમાં દેખાતી બાળકી ઉત્તરપ્રદેશ પોલીસ અને ગાઝિયાબાદ પોલીસના સહિયારા પ્રયત્નોથી તેના પરિવારજનોને મળી ગઈ છે. જેમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આ બાળકી સૌથી પહેલાં રોકી ભદોરિયા નામના વ્યક્તિને મોહનનગરથી મળી આવી હતી. ત્યાર બાદ પોલીસના સંપર્કથી તેને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એક વર્ષ પહેલાથી સોશિયલ મીડિયા પર ખોટી રીતે અલગ અલગ દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એક વર્ષ પહેલાથી સોશિયલ મીડિયા પર ખોટી રીતે અલગ અલગ દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતી બાળકી તેના પરિવારને એક વર્ષ પહેલા જ સહી સલામત મળી ગઈ હતી એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આ બાળકી તાજેતરમાં તમિલનાડુના ભિખારીઓના ગ્રુપમાં મળી આવી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False