શું ખરેખર બિહારના પૂર્વ ડીજીપી દ્વારા નિતિશ કુમાર વિરૂધ્ધ ટ્વિટ કરવામાં આવ્યું….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

હાલ બિહારની ચૂંટણીને લઈ સોશિયલમાં નેતાઓના નામે સાચા-ખોટા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બિહાર સહિત દેશ ભરમાં છેલ્લા એક મહિનાથી ચર્ચામાં રહેલા બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે. કે, 

जब डीजीपी था तो नहीं बोलता था, लेकिन अब बोल रहा हूं | मेरे हिसाब से बिहार के सबसे बेकार मुख्यमंत्री आजतक हुए है तो वो है नितीश कुमार |” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે “બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે દ્વારા આ ટ્વિટ નથી કરવામાં આવ્યુ, તેમના નામે ફર્જી એકાઉન્ટ બનાવવી ટ્વિટ કરવામાં આવ્યુ હોવાની પૃષ્ટી ગુપ્તેશ્વર દ્વારા કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે દ્વારા ટ્વિટ કરી મુખ્યમંત્રી નિતીશ કુમાર પર પ્રહાર કરવામાં આવ્યા.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું @ips_Gupteswar નું ટ્વિટર આઈડી શોધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ટ્વિટર પર અમને આ પ્રકારનું કોઈ આઈડી પ્રાપ્ત થયુ ન હતુ.

ત્યારબાદ ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેના નામે ફેક ટ્વિટર એકાઉન્ટ બનાવવામાં આવ્યુ અને સીએમ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી જે અંગે ગુપ્તેશ્વર પાંડે દ્વારા પટનાના સચિવાલય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી.

ભાસ્કર | ARCHIVE

તેમજ ગુપ્તેશ્વર પાંડે દ્વારા તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ ટ્વિટ કરી અને આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, “मेरे नाम से फ़ेक अकाउंट बना कर बिहार के माननीय मुख्यमंत्री के बारे में गलत टिप्पणी की जा रही है .अभी FIR कर रहा हूँ.ऐसे साइबर अपराधियों से सावधान रहें कृपया” તેમનું આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે દ્વારા આ ટ્વિટ નથી કરવામાં આવ્યુ, તેમના નામે ફર્જી એકાઉન્ટ બનાવવી ટ્વિટ કરવામાં આવ્યુ હોવાની પૃષ્ટી ગુપ્તેશ્વર દ્વારા કરવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર બિહારના પૂર્વ ડીજીપી દ્વારા નિતિશ કુમાર વિરૂધ્ધ ટ્વિટ કરવામાં આવ્યું….? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False