આમ આદમી પાર્ટીનું એડિટ કરેલુ પોસ્ટર ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ નો થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વિડિયો સામે આવ્યો હતો. જેમાં તે ધાર્મિક વિધિઓ વિશે ટિપ્પણી કરે છે. જે વિડિયો વાયરલ થયા બાદ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

હાલ સોશિયલ મિડિયા પર એક આમ આદમી પાર્ટીની જાહેરાતનું પોસ્ટર વાયરલ થઈ રહ્યુ છે. હાલ AAP દ્વારા આખા ગુજરાતમાં જન સંવેદના મુલાકાત કરવામાં આવી રહી છે, જેને લઇ અનેક જગ્યાએ પ્રચાર અર્થે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં “નમાજ પઢશે ગુજરાત અને ભાગવત સપ્તાહ અને સત્યનારાયણ કથા જેવી ફાલતુ પ્રવૃત્તિ છોડો ટેગલાઈન સાથે આ પોસ્ટર વાયરલ થયેલ છે. 

આ પોસ્ટર શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટી દ્વારા ‘નમાજ પઢશે ગુજરાત’ ટેગ લાઈન સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, નમાજ પઢેગા ગુજરાત ટેગ લાઈન સાથે વાયરલ આમ આદમી પાર્ટીનું પોસ્ટર ભ્રામક છે. વાયરલ પોસ્ટરમાં એડિટિંગ કરી ભ્રામકતા ફેલાવવા લખાણ લખવામાં આવેલ છે. ઓરિજનલ પોસ્ટર પર “હવે બદલાશે ગુજરાત” ટેગલાઈન જોવા મળે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kanubhai Kolipatel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટી દ્વારા ‘નમાજ પઢશે ગુજરાત’ ટેગ લાઈન સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આમ આદમી પાર્ટીના એક ફેસબુક ગ્રુપ પર અમને ઓરિજનલ પોસ્ટર પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા AAP ગુજરાત મિશન 2022 ઓફિશિયલ ટવિટર એકાઉન્ટ પરથી વાયરલ ફોટો અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ પોસ્ટર તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. 

Archive

તેમજ આ ઉપરાંત આ વાયરલ પોસ્ટર મુદ્દે આમ આદમી પાર્ટીના સોશિયલ મિડિયા ટીમના મેમ્બર કપિલ દ્વારા તેમના ઓફિશિયલ ટવિટર એકાઉન્ટ પરથી વાયરલ પોસ્ટ અંગે સોશિયલ મિડિયામાં સ્પષ્ટતા કરી હતી કે, આ ફોટો એડિટેડ છે અને ઓરિજનલ ફોટોને શેર કર્યો હતો.  

ARCHIVE

ઓરિજનલ ફોટો અને વાયરલ થઈ રહેલા ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. વાયરલ ફોટોમાં જે એડિટ કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, નમાજ પઢેગા ગુજરાત ટેગ લાઈન સાથે વાયરલ આમ આદમી પાર્ટીનું પોસ્ટર ભ્રામક છે. વાયરલ પોસ્ટરમાં એડિટિંગ કરી ભ્રામકતા ફેલાવવા લખાણ લખવામાં આવેલ છે. ઓરિજનલ પોસ્ટર પર “હવે બદલાશે ગુજરાત” ટેગલાઈન જોવા મળે છે.

Avatar

Title:આમ આદમી પાર્ટીનું એડિટ કરેલુ પોસ્ટર ખોટા દાવા સાથે વાયરલ….

Fact Check By: Yogesh Karia 

Result: False