શું ખરેખર સોનલ પટેલ નામની છોકરી ખોવાઈ ગઈ છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Ajay Trivedi  નામના ફેસબુક યુઝર દ્વારા 26 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, આ ફોટા બધા ગ્રુપમાં મોકલો મુંબઈ થઈ આવતી ટ્રેનમાંથી મળી છે તેનુ નામ સોનલ બિપીન પટેલ છે. એક બેન દિકરી સમજીને આ મેસેજ ફોટા સાથે આગળ મોકલો શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલા ફોટો પર 172 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 9500 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સોનલ બિપીન પટેલ નામના છોકરી મુંબઈથી આવતી ટ્રેનમાંથી મળી છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ આ પોસ્ટને ધ્યાનથી વાંચતા જાણવા મળ્યુ હતુ કે આ પોસ્ટમાં કયાંય પણ ઉલ્લેખ કરવામાં ન હતો આવ્યો કે આ બાળકી ક્યા રેલ્વે સ્ટેશન પર મળી છે. મુંબઈથી આવતી ટ્રેન પણ ક્યા આવતી હતી આ ટ્રેન…? આ તમામ સવાલ ઉપરોક્ત પોસ્ટ પર સંદેહ ઉભા કરતા હતા. સોશિયલ મિડિયા પર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહી હતી, જો આ પ્રકારે કોઈ છોકરી મળી આવી હોય તો તેની નોંધ મિડિયા હાઉસ દ્વારા તો લેવામાં આવી જ હોય તેથી અમે સૌ પ્રથમ ગૂગલ પર સોનલ પટેલ નામના છોકરી ટ્રેનમાંથી મળી આવી લખતા અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલા દાવા મુજબના સમાચાર પ્રાપ્ત થયા ન હતા, તેથી અમે અમારી પડતાલને આગળ વધારી અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી આ ફોટોને શોધવા પ્રયત્ન હાથ ધર્યો હતો.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. તેથી ઉપરોક્ત પોસ્ટ વધુ સંદેહ ઉભો કરી રહી હતી. તેથી અમે ફેસબુક પર પોસ્ટમાં જે શીર્ષક લખવામાં આવેલુ છે, આ ફોટા બધા ગ્રુપમાં મોકલો મુંબઈ થઈ આવતી ટ્રેનમાંથી મળી છે તેનુ નામ સોનલ બિપીન પટેલ છે. એક બેન દિકરી સમજીને આ મેસેજ ફોટા સાથે આગળ મોકલોતે લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામથી એક વાત તો સાબિત થઈ ગઈ હતી. આ પોસ્ટને ખોટી રીતે વાઈરલ કરવામાં આવી રહી છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં જે ફોટો અને નામ શેર કરવામાં આવ્યું છે, તે જ નામ અન્ય છોકરીના ફોટો સાથે શેર કરવામાં આવ્યુ હતું. આમ, ઉપરોક્ત પરિણામ માંથી મળેલી ફોટો અને પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટો બંને લઈ અમે ગૂજરાત રેલ્વે પોલીસ પાસે ગયા હતા અને આ અંગેની સત્યતા તપાસવા અમે બંને ફોટો બતાવી હતી તેણે અમને જણાવ્યુ હતુ કે, સોશિયલ મિડિયા પર આ મેસેજ છેલ્લા ત્રણ વર્ષ થી ફરે છે. કોઈ સોનલ પટેલ નામની છોકરી ગુમ નથી થઈ, લોકોમાં ભ્રામક્તા ફેલવવા માટે આ પ્રકારે ખોટા મેસેજ અસામાજિક તત્વો દ્વારા વાયરલ કરવામાં આવતા હોય છે. તેમજ આ નામની કોઈ છોકરી હજુ સુધી ટ્રેન માંથી મળી આવી નથી

(FILE PHOTO)

ઉપરોક્ત સંશોધનમાં અમને ક્યાંય પોસ્ટમાં શેર કરવામાં આવેલી છોકરીનું નામ સોનલ પટેલ હોવાનું જાણવા મળ્યુ ન હતુ. તેમજ તે મુંબઈથી આવતી ટ્રેનમાંથી મળી આવી હોવાની પણ પૃષ્ટી થતી નથી. લોકોમાં ભ્રામકતા ફેલવવા અથવા તો અન્ય કોઈ ઉદેશથી અમુક લોકો દ્વારા આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ધ લલ્નટોપ દ્વારા પણ આ જ પ્રકારની પોસ્ટનું ફેક્ટ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. તેમાં પણ આ જ પ્રકારે જણાવવામાં આવ્યુ હતુ કે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARTICLE | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો સોનલ પટેલ નામના છોકરીનો હોવાનું તેમજ તે મુંબઈ ટ્રેનમાંથી મળી આવી હોવાનું ક્યાંય પણ સાબિત થતુ નથી.

Avatar

Title:શું ખરેખર સોનલ પટેલ નામની છોકરી ખોવાઈ ગઈ છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •